સુરતમાં મહિધરપુરા પોલીસે એક ઘડિયાળના વેપારી પાસેથી રૂ.8.50 લાખનાે તાેડ કર્યાે હાેવાના આરાેપથી પાેલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. પાેલીસે ગયા સપ્તાહે સના ટાઈમ નામની રિસ્ટ વોચની હાેલસેલ દુકાન પર દરોડા પાડી સ્ટોકમાં ગોલમાલ કર્યો હોવાના આક્ષેપ કરી. 61 લાખની નકલી વોચ ઝડપી દુકાનમાં પંચનામું કર્યું હતું. જાેકે, દુકાનદાર ઈરફાન મેમણએ આક્ષેપ કર્યાે છે કે, પાેલીસ સ્ટાેક આેછાે દેખાડ્યાે છે અને પાસામાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 8.50 લાખનાે તાેડ કર્યાે છે. આ મામલે જાેઈન્ટ પાેલીસ કમિશનર મુલેએ તપાસના આદેશ આપ્યા છે. તે પહેલા દુકાનદારને સમજાવી લેવાના અનેક પ્રયાસાે થયા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા. હવે તપાસ શરૂ થઈ છે ત્યારે રેડ કરનારાઆે અને ખેલ કરનારા પાેલીસ કર્મચારીઆેેએ ઘરે બેસવાનાે વારાે આપી પડે છે.હવે રૂપિયા નીચેના પાેલીસમેનાે ખાય ગયા છે કે કાેઈ અધિકારીને પણ આપ્યા છે તે પણ તપાસનાે વિષય છે. પરંતુ પાેલીસ પર ગંભીર આરાેપ લાગતા ફરી એકવાર પાેલીસની છબિ ખરડાઈ છે.
દુકાનદાર ઇરફાન મેમણએ ઉચ્ચ પાેલીસ અધિકારીઆેને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેણે આરાેપ લગાવતા જણાવ્યું હતું કે, મહિધરપુરા પોલીસના દરોડામાં ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 20 મિનિટમાં જ રેડ પૂરી થઈ ગઈ હતી અને કોઈ સ્થળનું પંચનામું કરવામાં આવ્યું ન હતું. સીસીટીવીમાં પણ તે દેખાય છે. પોલીસે દુકાનમાંથી કબ્જે લીધેલો સ્ટોક ઓન પેપર ઓછો બતાવાયો છે અને ઇરફાન સહિત અન્ય પાંચેક જણાને છોડવા માટે રૂ. 8.50 લાખ પડાવી લીધા. સુરત શહેરમાં આવેલા ભાગળ ચાર રસ્તા પાસે સના ટાઈમની દુકાન પર ગત 12 ડિસેમ્બરે સાંજે 7.30 કલાકે મહિધરપુરા પોલીસે રેડ પાડી હતી. ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરાતા એસીપીને ઇન્કવાયરી સોંપાઇ છે. નાેંધનીય છે કે, બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોનું ડુપ્લિકેશન કરી વેચવાનો વેપલો ચાલતો હોવાની બાતમી બાદ પોલીસે રેડ કરી વિવિધ બ્રાન્ડેડ કંપનીની રૂપિયા 61.23 લાખની 2075 નંગ નકલી રિસ્ટ વોચ કબજે લીધી હતી. સાથોસાથ દુકાન માલિક ઇરફાન નૂરમોહમંદ મેમણ (kathor)ની ધરપકડ કરી હતી.