ઓલપાડ તાલુકાના ૧૪ ગામોમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં જિલ્લા કલેક્ટરનો આદેશ

સુરત:ગુરૂવાર: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં આદેશ કર્યા છે. ઓલપાડ તાલુકાના મંદરોઇ, દાંડી, કુદીયાણા, કપાસી, કુવાદ, સરસ, ઓરમા, મોર, દેલાસા, નેશ, કાછોલ, હાથીસા, લવાછા અને તેના ગામોમાં વિવિધ બ્લોક નં.માં ઝીંગા તળાવ માટે કાયદેસર રીતે જમીન ફાળવવામાં આવી છે. પરંતુ આ તમામ ગામોમાં કાયદેસર જમીન સિવાયની સરકારી જમીનમાં તેમજ કીમ નદીના પટમાં ગેરકાયદેસર ઝીંગાતળાવો બનાવવામાં આવ્યાં છે. આવા ગેરકાયદે ઝીંગાતળાવો સ્વખર્ચે તાત્કાલિક અસરથી દૂર કરવા જિલ્લા કલેકટરએ એક જાહેર નોટિસ દ્વારા જણાવ્યુ છે. કોઇ વ્યક્તિને આ અંગે વાંધો કે રજુઆત હોય તો ૧૫ દિવસમાં ઓલપાડ મામલતદાર કચેરીમાં રજૂ કરી શકશે. અન્યથા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર વિરુદ્ધ જ.મ.કાની કલમ-૬૧ તથા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) એક્ટ-૨૦૨૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ઓલપાડ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Translate »