બોલો.. એન્ટિક વસ્તુ ખરીદવા જાતે છાપી 1.44 કરોડની નકલી નોટો!!

અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાંથી પોલીસે 2 શખ્સને 1.44 કરોડ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સમાંથી એક દિલ્હીનો છે અને બીજો રાજસ્થાનનો છે. રિપોર્ટ મુજબ બંને શખ્સોએ એન્ટિક ચીજ વસ્તુઓ ખરીદવા નકલી નોટો છાપી હતી. બંનેએ દિલ્હીની એક હોટલમાં 2 દિવસમાં નકલી નોટો છાપી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને વ્યક્તિઓમાંનો એક વિકાસ શર્મા કલોલમાં ફેબ્રિકેશનમાં નોકરી કરે છે, જ્યારે હંસરાજ લોહાર નામનો શખ્સ દિલ્હીમાં જમીન દલાલ છે. બંનેએ પ્રિન્ટર અને લેપટોપ ખરીદીને દિલ્હીની હોટલમાં નકલી નોટો છાપી હતી.

નોટબંધી અને 2 હજાર તેમજ 500ની નવી નોટો લાવ્યા બાદ એવું લાગતુ હતુ કે નકલી નોટો બજારમાં ફરતી બંધ થઈ જશે, પરંતુ હજી પણ અવાર-નવાર નકલી નોટો પકડાય છે. રેલ્વે પોલીસ ટ્રેનમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન આ બંને શખ્સો પાસેથી 1.44 કરોડની નકલી નોટો ઝડપાઈ હતી. બંનેનો પ્લાન હતો કે આ નોટો દ્વારા મોંઘી અને એન્ટિક વસ્તુઓ ખરીદવામાં આવે, જે પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

Leave a Reply

Translate »