કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની સમય મર્યાદા વધારવામાં આવી હતી.
રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ જારી કર્યો છે. કોરોનાના પગલે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ સહિતના દસ્તાવેજોની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે અને દરેક આરટીઓને એ અનુરૂપ વાહનધારકને રાહત આપવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31મી ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની વેલિડિટી 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે. જેમની પણ મુદત પુર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે.