રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 671 પોઝિટિવ કેસ આવ્યા છે અને 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4344 એ પહોંચ્યો છે. જ્યારે 806 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.17 ટકાએ પહોંચ્યો છે.
સુરતમાં 103 કેસ નાેંધાયા, સિટીમાં 99 કેસ
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદમાં 123, સુરતમાં 103 (સિટીમાં 99 કેસ), વડોદરામાં 90, રાજકોટમાં 64, રાજકોટ 18, દાહોદ 14, મહેસાણા 13, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, બનાસકાંઠા 11, આણંદ 10, ડાંગ 10, ગાંધીનગર 9, ભાવનગર કોર્પોરેશન 8, પંચમહાલ 8, જુનાગઢ કોર્પોરેશન 7, ખેડા 7, મોરબી 7, નર્મદા 7, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 6, અમરેલી 5, દેવભૂમિ દ્વારકા 5, જુનાગઢ 5, સુરેન્દ્રનગર 5, અરવલ્લી 4, ભરૂચ 4, છોટા ઉદેપુર 4, પાટણ 4, સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 4 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશન 1, મોરબીમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4344એ પહોંચ્યો છે.