કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અડાજણ ફિરદોષ ટાવર પાસે ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈથી મુખ્ય અતિથિરૂપે પધારેલા શેરબજારના માંધાતા ઍવા મનીષ તુરખિયાઍ ધ્વજારોહણ કર્યુ હતું. કે.પી ગ્રુપનાચેરમેન ફારૂક ભાઈ પટેલ રાષ્ટ્રગાન ગાવા સાથે હાજર લોકોમાં દેશભાવનાને વધુ દૃઢ બનાવી હતી. ધ્વજવંદન સાથે બાળકોની વિવિધ સ્પર્ધાઅો પણ યોજવામાં આવી હતી. જેમાં વિજેતા બાળકો ઈનાયા, મરયમ, ઉંમર, અલી, ઝુવેરિયા, લિઝા અને ઝુબૈદાને ફારૂક પટેલના હસ્તે ઈનામ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઅો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક રહીશો માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું આયોજન કેપી હ્મુમનના સેક્રેટરી અફ્ફાન પટેલે કર્યુ હતું.