યૂપીના મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

ઉત્તર ­દેશના મુરાદાબાદમાં શનિવારે સવારે ઍક મોટો માર્ગ અકસ્માત થયો હતો. કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુરાદાબાદ-આગ્રા હાઇવે પર મીની બસ અને કેîટર ટ્રક વચ્ચે જારદાર ટક્કર થતાં અોછામાં અોછા દસ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ઇજાગ્રસ્તોને પુરતી સારવાર આપવામાં આવે તે માટે અધિકારીઅોને સુચના પણ આપી છે.
ઉત્તર ­દેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે ઍક ભયંકર અકસ્માત
થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ૧૦ મુસાફરના મોત થયા છે. અહેવાલ સાત લોકોનાં મોત થયાના આવ્યા હતા. જે બાદમાં મૃતકોની સંખ્યા વધીને ૧૦ થઇ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર ૨૫થી વધારે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસના ઊચ્ચ અધિકારીઅો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોરાદાબાદથી આશરે ૧૮ કિલોમીટર દૂર કુંદરકી વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. ઍવી પણ માહિતી મળી છે કે ટ્રક અને બસની ટક્કર બાદ ત્રીજું વાહન પણ તેની સાથે અથડાયું હતું. ઘટનાને નજરે જાનાર લોકોનું કહેવું છે કે અોવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત થયો હતો.
અકસ્માતને પગલે સીઍમ યોગી આદિત્યનાથે અધિકારીઅોને ઘટના સ્થળે દોડી જવાનો આદેશ કર્યો હતો. લોકોને જરૂરી તમામ મદદ પહોંચાડવાનો આદેશ પણ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રીઍ મૃતકોના પરિવારજનોઍ ૨-૨ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ડીઍમ, ઍસઍસપી અને સીઍમઅો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Leave a Reply

Translate »