મોદીની ભત્રીજીઍ કોર્પોરેશન ચૂંટણી માટે ટિકિટ માગી

અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. દરેક પક્ષ પોત-પોતાના ગણિત ગોઠવવામાં લાગી ગયો છે. ટિકિટ વાંચ્છુઓઍ પણ મોવડીમંડળને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલમાં કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માટે પડાપડી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બધાની વચ્ચે ઍક નામે બધાને ચોંકાવી દીધા છે અને ઍ નામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીનું.
પીઍમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીઍ ૨૧મી ફબ્રુઆરીઍ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તેમણે પડ્ઢિમના પોશ વિસ્તાર બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે સોનલ મોદીઍ દાવેદારી કરી છે. તેમની દાવેદારીઍ ભાજપના હોદ્દેદારોને ચોંકાવી દીધા છે.
પોતાની દાવેદારી અંગે સોનલ મોદીઍ ઍક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, તેમણે પીઍમના પરિવાર તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગી છે તેમણે કહ્નાં કે, ’ભાજપના ઘણા કાર્યક્રમોમાં સહકાર આપ્યો છે.. મેî ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી કર્યું. દેશમાં પીઍમ મોદી સારું કામ કરી રહ્ના છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર સાથે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહીં તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.’ ઉલ્લેખનીય છે કે, પીઍમ મોદીનો પરિવાર મોટાભાગે રાજકારણમાં સીધો સામેલ થવાથી દૂર રહ્ના છે. ત્યારે તેમની ભત્રીજી દ્વારા કરાયેલી ટિકિટની માંગથી ભાજપના હોદ્દેદારો સહિતનાને આડ્ઢર્ય થયું છે. જણાવી દઈઍ કે, ૨૧મી ફેબ્રુઆરીઍ ૬ મહાનગર પાલિકાઓ- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન યોજાશે. તે ઉપરાંત જૂનાગઢની બે બેઠકો માટે પણ મતદાન યોજાશે. ૨૩મી ફેબ્રુઆરીઍ મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮મી ફેબ્રુઆરીઍ મતદાન થશે. જેની મતગણતરી ૨ માર્ચે થશે.

Leave a Reply

Translate »