બૃહદમુંબઇ નગર પાલિકાના જાઇન્ટ મ્યુનિસિપલ કમિશ્નર રમેશ પવારઍ બુધવારે (૩ ફેબ્રુઆરી)ના રોજ ભૂલથી પાણીના બદલે સેનિટાઇઝર પી લીધું. જાકે બુધવારે રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્ના હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.
જાકે તેમને તાત્કાલિક પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે સેનિટાઇઝર બહાર કાઢી દીધું. આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ઍક ગામમાં પોલિયો રસીકરણ દરમિયાન ૧૨ બાળકો દ્રારા સેનિટાઇઝર પીવાની ઘટનાના ત્રણ દિવસ બાદ સામે આવી છે.