રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું ગઈકાલે કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પતિને શંકાના દાયરમાં લઈ તેની ુપુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મગનભાઈ દુર્લભભાઈ પટેલના મકાનમાં રહેતા દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચી પરિવરમાં પત્ની મનુબેન (ઉ.વ.૨૯), બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીનું ભરણ પોષણ કરે છે દેવેન્દ્ર ગઈકાલે બપોરે ઍક વાગ્યે તેની ચાર વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ ગયો હતો અને દોઢ બે વાગ્યે પરત ધરે આવ્યો ત્યારે તેની પત્ની મનુબેનનુ ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. દેવેન્દ્ઍ બનાવ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસનો કાફળો સ્થળ પર દોડી ગયો હતો અને મનુબેનની લાશને પીઍમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મનુબેનની હત્યા મામલે પીઍસઆઈ ઍમ.બી.ચૌહાણ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કરી પતિ દેવેન્દને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.