કઠોરમાં દુષિત પાણીથી મોતને ભેટેલાઓને મેયર ફંડમાંથી એક લાખની સહાય, સારવારનો ખર્ચ પણ મનપા ઉપાડશે

કઠોરમાં દુષિત પાણીથી મોતને ભેટેલાઓને મેયર ફંડમાંથી એક લાખની સહાય, સારવારનો ખર્ચ પણ મનપા ઉપાડશે

સુરતમાં સમાવિષ્ટ થયેલા કઠોર ગામમાં પીવાના દૂષિત પાણીને કારણે ત્રણ દિવસમાં 6 લોકોના મોત અને 100થી વધુ લોકો બીમાર થવાના પગલે મેયર હેમાલી બોઘાવાલા, મનપા કમિશનર બીએસ પાની અને આરોગ્ય અધિકારીઓની ટીમ સ્થળ નિરિક્ષણ પર પહોંચી હતી અને અસરગ્રસ્તોની મુલાકાત પણ કરી હતી. સાથોસાથ મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી. મેયરે અહીં મેયર હેમાલી બોઘાવાલાએ મૃતકના પરિવારોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, તેમજ સારવાર હેઠળના તમામ દર્દીઓનો સારવારનો ખર્ચ ચુકવાશે. મહાપાલિકાએ અહીં શુદ્ધ પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરાવી હતી. મેયરે અહીં માસ્ક વિના પાણી ભરતી મહિલાઓને માસ્કનું વિતરણ પણ કર્યું હતું.

મેયર હેમાલી બોઘાવાલા મીડીયાને કહ્યું કે, જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. તાત્કાલિક અસરથી પીવાના પાણી માટેની નવી લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સારવાર હેઠળ જે દર્દીઓ છે તેમનો સારવારનો તમામ ખર્ચ સુરત મહાનગર પાલિકા ઉઠાવશે અને આવી ઘટના ફરીથી ન બને તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને પણ મેયર ફંડમાંથી એક-એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

સહાય માટે દર્શન નાયકે કરી હતી રજૂઆત

સુરત શહેરીમાં આવેલ કઠોર વિસ્તારમાં પ્રદુષિત પાણી પીવાના કારણે અસરગ્રસ્ત તથા મૃત્યુ થયેલ લોકોના પરિવારને આર્થિક સહાય ચૂકવવા તથા તત્કાલ અસરથી ભંગાણ પડેલ પીવાના પાણીની લાઈન ની જગ્યાએ નવી પાણીની લાઈન નાખવા બાબતે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા એડવોકેટ દર્શન નાયક દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મનપા કમિશનરને રજૂ્આત કરવામાં આવી હતી.

મૃતકના નામ: હરેશભાઈ શંકરભાઈ રાઠોડ, મોહનભાઈ છોટુંભાઈ રાઠોડ, તનય અનીલભાઈ રાઠોડ, ગેમલભાઈ વસાવા, શાંતાબેન ઈશ્વરભાઈ સોલંકી, વિજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી

ઈન્ટુકે જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી

સરકારે જેટલી ઉતાવળે નવા વિસ્તારો સમાવેશ લોકોને સાંભળવાની પુરતી તક આપ્યા વગર કરી દીધો એટલી ઉતાવળે તેઓને પ્રાથમિક સગવડ આપવા અંગે વિચારણા કરી નથી.મરણ પામનારાઓને રૂપિયા દસ લાખ અને સારવાર હેઠળનાઓને સારવાર નો તમામ ખર્ચ અને રૂપિયા બે લાખ વળતર તરીકે ચુકવવા અને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા ઇંડીંયન નેશનલ ટ્રેડ યુનીયન કોંગ્રેસ ના ગુજરાત પ્રમુખ સંજયભાઇ પટવા અને સુરત શહેરજીલ્લા શાખા ઇન્ટુક INTUC) પ્રમુખ છગનલાલ મેવાડાએ માંગણી કરી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »