પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોનો કરૂણ અંત

સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પિતરાઇ ભાઇ બહેને ગઇ કાલે સાંજે સાથે ફાસો ખાઇ આપઘાત કરી લેતા ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે, જ્યારે બંનેના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.બંને વચ્ચે ­ેમ સંમ્બધો હતા તેમજ બંને લગ્ન કરવા માંગતા હતા,પરંતુ લગ્ન નહીં થશે તેવી ચિંતામાં બને જણાઍ આ પગલું ભરી જીવનનો અંત આણી દીધો છે.

કૈલાશ પાર્કમાં રહેતી લક્ષ્મી ઉર્ફે પૂનમ ગઁગાચરણ નિશાદ (ઉ.વ.૧૭) અને નજીકમાં જ આવેલ શિવાંજલી સોસાયટીમા રહેતા સંતરામ રામસેવક નિશાદ (ઉ.વ.૧૮) ઍ ગઇ કાલે સાંજે બંને જણાઍ શિવાંજલી સોસાયટીમાં પંખા સાથે અલગ અલગ દુપટ્ટા બાંધી ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો,મોડી સાંજે કોઇઍ આ અંગે પોલિસ કન્ટ્રોલમાં જાણ કરી હતી,જેથી સચિન જીઆઇડીસી પોલિસ સ્થળ ઉપર દોડી આવી હતી.ત્યારે આ ઘટના સામે આવી હતી.જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલિસે બંનેના મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.બનાવ અંગે પોલીસે સૂત્રોઍ જણાવ્યું હતું કે મરનાર લક્ષ્મી ઉર્ફે પૂનમ અને સંતરામ મામા-ફોઈના ભાઇ બહેન થતા હતા,બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ­ેમ સંબધો હતા અને બંને લગ્ન કરવા માંગતા હતા.આ અંગે તેઅોઍ પોતાના પરિવારને પણ જણાવ્યું હતું કે જાકે પરિવારના સભ્યોઍ બંનેને ઍવું સમઝાવ્યુ હતું કે તમારી ઉંમર હાલ અોછી છે,લગ્નની ઉમર થશે ત્યારે લગ્ન કરાવીશું,પણ બને લગ્ન કરવાની ઉતાવળ હતી,તેમજ બન્નેને ઍવા વિચાર આવતા હતા કે તેમના પરિવારજનો લગ્ન કરાવશે કે નહીં ,તેવી ચિંતા બંનેઍ આ પગલું પોતાનું જીવન ટૂંકાવી દીધો હતો,વધુમાં પોલીસે જણાવ્યું હતું કે લક્ષ્મી પરિવારની ઍકની ઍક દીકરી હતી,તેણીને અન્ય ત્રણ ભાઇયો છે,જયારે સંતરામને ત્રણ ભાઇયો છે,તે જરી મશીન અોપરેટર તરીકે કામ કરી પરિવારને આથી રીતે મદદરૂપ થતો હતો.પોલીસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Translate »