શહેરના કાંસકીવાડમાં ત્રણ બિલ્ડરોની નાલાયકી : ટ્રસ્ટની જગ્યા પર બનાવટી પ્લોટિંગ કરી નાંખ્યું

શહેરમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં ત્યાંથી ખાલી કરવા તગડા ભાવ વસુલે છે. ત્યારે શહેરમાં અનેક ગુનાઓમાં સંડોવણી ધરાવતા કુખ્યાત શખ્સ સામે જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાય એવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

સુરત શહેરમાં આવેલા કાંસકીવાડ ચાર રસ્તા નજીક ટ્રસ્ટની જગ્યા પર બનાવટી પ્લોટિંગ કરીને ફુંકી મારનાર ત્રણ બિલ્ડરોની નાલાયકીને કારણે દારૂખાના વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હયાત માર્ગ વાળી જગ્યા પર પ્લોટિંગ તાણીને ફુંકી મારવામાં આવ્યા હોવાથી નવા પ્લોટધારકે રસ્તા પર પતરાંની વોલ ચણી દીધી હોવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે જ્યારે મસ્જિદમાં જનાર લોકોને પણ ખુબ મુશ્કેલી પડી રહી છે.

રિપોર્ટ મુજબ શહેરના ત્રણ બિલ્ડરો ઈસ્માઈલ ચામડિયા, ઈલ્યાસ ગાંધી અને જહાઁગીર નાલબંધે દારૂખાના વિસ્તાર જગ્યા લીધા બાદ અમુક પર પોતે ડેવલપમેન્ટ કર્યું હતું જ્યારે અમુક પ્લોટ વેચી દીધા હતા. આ પ્લોટ વેચતા પહેલાં ત્રણેય ડેવલપરોએ કી-પ્લાન પણ બનાવ્યો હતો.પરંતુ પ્લાન મુજબ જે માર્ગ ખોલવાનો હતો તે હજુ સુધી ખુલ્લો કર્યો નથી અને હયાત માર્ગને ફુંકીને અન્ય પ્લોટધારકો સાથે છેતરપિંડી કરી છે.દારૂખાનામાં અંદાજિત ૨૫૦ ફ્લેટ પણ હયાત છે અને અન્ય ૧૦૦૦ જેટલા ફ્લેટ બને એવું બની શકે છે. ભવિષ્યમાં દારૂખાનામાં કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર ફાઈટર કે એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવી સ્થિતિ નથી. જેથી નવો રોડ ન ખુલે ત્યાં સુધી હયાત માર્ગને ખુલ્લો રાખવા પાલિકા કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

શું છે લેન્ડ ગ્રેબિંગ કાયદો

લેન્ડ ગ્રેબિંગ ઍક્ટ હેઠળ કોઇપણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીઍમ રૂપાણીઍ આ અંગે માહિતી આપતા કહ્ના હતુ કે, કોઇપણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે. જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે.

Leave a Reply

Translate »