વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો
માર્ચ 2022નું આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલના ઘણા વિદ્યાર્થીઓએ 95+ ગુણ પ્રાપ્ત કર્યા. વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે.
યુથ વિદ્યાકુલ સમગ્ર ગુજરાતમાં શહેર હોય કે ગુજરાતનું દૂરનું કોઈ ગામ હોય કે જ્યાં સારું શિક્ષણ મેળવવું એ એક સપના બરાબર છે. વિદ્યાર્થીઓના મા-બાપ કે જેના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓને સાકાર કરવા માટે યૂટ્યૂબના માધ્યમથી ધોરણ 9 થી 12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરુઆત કરેલ નાનકડો પ્રયાસ આજે એક વિશાળ વટવૃક્ષની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ,અને આ પ્રયાસને ગુજરાતના દૂર દૂરના અંતરિયાળ ગામડાના બાળકો સુધી પહોંચાડવા વિદ્યાકુલના CEO તરુણ સૈની અને વિદ્યાકુલ ગુજરાતના રાજ્યના ડાયરેક્ટર રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત વર્ષ 2019 થી સતત કાર્યરત છે.
તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ 2022-23 માં ગુજરાતને 2000+ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ કરીએ છીએ. અને પ્લેસ્ટોર પર જઈને vidyakul application ડાઉનલોડ કરીને ધોરણ 9 થી 12નું બેઝિક શિક્ષણ વિના મૂલ્યે મેળવી શકે છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group