ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના ઋષિગંગા કેચમેન્ટ ક્ષેત્રમાં ઍક નવા તળાવ વિશે માહિતી મળ્યા બાદ હવે આ તળાવની સ્થિતિ જાણવા માટે પ્રયાસો ચાલુ છે. નિષ્ણાતોના મતે હાલમાં આ તળાવ કોઈ મોટો ખતરો નથી, પરંતુ માર્ચ પછી આ તળાવ ઍક મોટી આફતનું જાખમ બની શકે છે, તેથી તેને વહેલી તકે આ તળાવને હટાવી દેવો જાઈઍ.
ઍનડીઆરઍફના જનરલ ડિરેક્ટર ઍસ.ઍન.પ્રધાને રૈણી ગામ ઉપર તળાવની પુષ્ટિ કરી છે. નવા તળાવમાં અત્યાર સુધીમાં ૭૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. તે લગભગ ૩૫૦ મીટર લાંબુ છે જે ફૂટબોલના મેદાનના કદ કરતા ત્રણ ગણા છે, અને જે કુદરતી ડેમ બનાવવામાં આવ્યો છે તે ૬૦ મીટર ઉંડો છે અને તેનો ઢાળ ૧૦ ડિગ્રી છે. જા આટલી ઉંચાઈઍ બનેલા તળાવમાં ગેપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે ખતરનાક હોઈ શકે છે.
ઍસ.ઍન. પ્રધાને કહ્નાં, તળાવનું કદ દરરોજ વધી રહ્નાં છે. જાકે થોડું પાણી પણ નીકળી રહ્નાં છે. તેથી અત્યારે તે કોઈ ખતરો હોવાનું જણાતું નથી. આઈઆઈટી ઇન્દોરના ગ્લેસિઓલોજી અને હાઇડ્રોલોજીના સહાયક પ્રોફેસર ડો. મોહમ્મદ ફારૂક આઝમના જણાવ્યા મુજબ ઉપરથી જે કાટમાળ આવ્યો તે ઋષિગંગામાં આવ્યો અને ઍ જગ્યા પર જમા થયો જ્યાં આ નદી ધૌલી ગંગાને મળે છે. આને લીધે, ત્યાં ધીમે ધીમે પાણી ઍકઠું થઈ ગયું.
હવે બે બાબતો છે, પ્રથમ હજી શિયાળો છે. આવી સ્થિતિમાં, પાણી ખૂબ જ ઝડપથી ભરાય તેવી સંભાવના નથી. પાણી ધીરે ધીરે ભરાઈ જશે, તેથી અત્યારે બહુ ભય નથી. બીજી વાત ઍ છે કે ઉપરથી જે કાટમાળ આવ્યો તે મજબૂત નથી. ઍવામાં પાણીનું પ્રેશર પડતા જ તે તૂંટી જશે. જ્યારે માર્ચમાં ગરમીને કારણે બરફ ઝડપથી ઓગળી જશે અને તે તળાવનું પાણી વધશે. આવી સ્થિતિમાં માર્ચ પછી ખૂબ જ સંભવ છે કે આ તળાવ કાટમાળ સાથે ઝડપથી નીચે આવી શકે અને બીજી આફતનું રૂપ લઈ શકે છે.
દહેરાદૂન સ્થિત વાડિયા હિમાલય ભૂસ્તરશાસ્ત્ર સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ પણ આ દિવસોમાં ઋષિગંગામાં પૂરના કારણો શોધવા માટે આ વિસ્તારમાં માહિતી ઍકત્રિત કરી રહી છે. આ ટીમે ઋષિગંગાના કેચમેન્ટ વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો. આ સમય દરમિયાન ટીમે રોન્ગથી ગ્લેશિયર પાસે તળાવ જાયું હતું.
જિયોલોજિસ્ટ ડો. ઍસપી સતીના જણાવ્યા અનુસાર હિમાલયના પ્રદેશોમાં આવા ગ્લેશિયર તળાવ હોવું કોઈ નવી વાત નથી. ૧૯૯૮માં રુદ્રપ્રયાગ જિલ્લાના રાઉંલેકમાં ઍક તળાવનું ઉદાહરણ આપતા તેમણે કહ્નાં કે આવા તળાવો તૂટવાની સ્થિતિ ત્યારે જ બને છે જ્યારે આ તળાવો પર કોઈ ભૂસ્ખલન થાય છે. આ સિઝનમાં રોન્ગથી પ્રદેશમાં ભૂસ્ખલનની સંભાવના ઘણી ઓછી છે. ઋષિગંગા પાસે બનેલા તળાવના નિરીક્ષણ માટે વાડિયા, ટીઍચડીસી, ઍનટીપીસી અને આઈઆઈઆરઍસ સંસ્થાના લોકોને કહેવામાં આવ્યું છે. ઍસડીઆરઍફના ડીઆઈજી રિદ્ધિમ અગ્રવાલે જણાવ્યું હતું કે, તપોવન વિસ્તાર નજીક રૈની ગામની ઉપર પાણી ભરાવાની વાસ્તવિકતા જાણવા માટે અનેક હવાઈ સર્વે કરવામાં આવ્યા છે.
શુક્રવારે ઍસડીઆરઍફની આઠ સભ્યોની ટીમ પરિસ્થિતિનું આકલન કરવા માટે મોકલવામાં આવી. તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું છે કે, રૈની ગામના ઉપલા વિસ્તારમાં તળાવની રચનાની માહિતી પર ઍસડીઆરઍફ અને ઍનડીઆરઍફની ટીમો મોકલવામાં આવી છે.