ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

પુરુષ તરીકે જન્મેલા, અને હવે સ્ત્રી બનવાં જઈ રહેલાં ઍક ગુજરાતી ટ્રાન્સવુમન ડૉક્ટરે માતા બનવા માટે પોતાનું જ વીર્ય ફ્રીઝ કરાવ્યું છે. મૂળ ગોધરાનાં ૨૫ વર્ષીય ડૉ. જેસનૂર ડાયરાઍ હાલમાં જ રશિયન યુનિ.માંથી ઍમબીબીઍસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જે બાળકની માતા બનવાની તેમની ઈચ્છા છે, તેના પિતા પણ પોતે જ હોય તે માટે તેમણે આણંદના ઍક ર્ફિટલિટી સેન્ટરમાં સોમવારે સેક્સ ચેન્જ ઓપરેશન પહેલા પોતાનું વીર્ય ફ્રીઝ કરાવ્યું હતું. ડૉ. જેસનૂર ડાયરા ગુજરાતના સૌપ્રથમ ટ્રાન્સવુમન ડૉક્ટર હશે. નાની વયમાં જ તેમને ઍ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તે પુરુષના શરીરમાં રહેલી ઍક સ્ત્રી છે. આ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમને પહેલાથી જ પોતાની મમ્મી અને બહેનની માફક જ સાડી પહેરવાનો તેમજ લિપસ્ટિક લગાવવાનો શોખ હતો. જાકે, પરિવારજનોને ચિંતા ઉભી ના થાય તે માટે તેમણે હંમેશા પોતાની અંદરની સ્ત્રીને દબાવીને રાખી. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા બાદ ડૉ. ડાયરાની હિંમત ખૂલી અને તેમણે પોતાની અંદર વર્ષોથી દબાવી રાખેલી સ્ત્રીને બહાર લાવવાનો સાહસપૂર્ણ નિર્ણય લીધો. પોતાની શરતો પર જીવન જીવવાં માગતી ડાયરાને હવે ઍ વાતનો અહેસાસ થઈ રહ્ના છે કે આ નિર્ણય લઈ તે ખરા અર્થમાં મુક્ત બની છે. પુરુષમાંથી સ્ત્રી બનવાના તેના નિર્ણયને પરિવારજનો તેમજ સમાજે પણ ટેકો આપ્યો છે. ડૉ. ડાયરા ભારતમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકે તે માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાનારી પરીક્ષા માટે હાલ તૈયારી કરી રહ્નાં છે. આ પરીક્ષા આપ્યા બાદ આ વર્ષના અંતે તેમનું સેક્સ ચેન્જ ઓપરેશન થવાનું છે. ઍકવાર બાયોલોજિકલી સ્ત્રી બન્યા બાદ તેમનું સપનું પોતાના જ સ્પર્મથી માતા બનવાનું પણ છે. સ્ત્રી બનવાની પ્રેરણા પોતાને મહાકાળી માતામાંથી મળી હોવાનું કહેતા ડાયરા જણાવે છે કે મહિલા પિતા પણ બની શકે છે, અને માતા પણ.. જરુર પડે તે ઍક મિત્ર પણ બની શકે છે. માત્ર ગર્ભાશયથી માતા નથી બનાતું, તેના માટે ઍક પ્રેમાળ હ્લદય પણ જરુરી હોય છે. ડૉ. ડાયરાઍ આણંદની ઍક આઈવીઍફ હોસ્પિટલમાં પોતાનું વીર્ય ફ્રીઝ કરાવ્યું છે. ભવિષ્યમાં યોગ્ય સમય આવે ત્યારે તે તેના જ દ્વારા માતા પણ બની શકશે. ડોનર ઍગ, તેના સ્પર્મ અને સરોગેટ મધર દ્વારા ડાયરાનું સપનું પૂરું થઈ શકે છે. બીજી તરફ, લોકસભામાં પસાર થઈ ચૂકેલા ધ સરોગસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૧૯ અનુસાર ઍકલા પુરુષ, લીવ-ઈનમાં રહેતું કપલ કે ઍલજીબીટીક્યુ કપલ સરોગસી અપનાવી ના શકે તેવી તેમાં જાગવાઈ છે.

Leave a Reply

Translate »