રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.. મુખ્યમંત્રી રૂપાણીએ કોવિશિલ્ડ રસીનો (Vaccine) પ્રથમ ડોઝ લીધો છે. તેમણે પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી. વેક્સીન લીધા બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યુ હતુ કે, અત્યારે મેં વેક્સીન લીધી છે. જનતાને અપીલ કરું છું કે, 45 વર્ષની ઉપરના લોકો ઝડપથી વેક્સીન લઈ લે અને બંન્ને ડોઝ પૂરા કરે. મને આજથી 60 દિવસ પહેલા કોરોના થયો હતો એટલે લોકોને પણ અપીલ કરું છું કે, કોરોના થઈ ગયેલા લોકો પણ લઈ લે. કોરોના થઈ ગયો હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ 45 કે 50 દિવસ પછી અવશ્ય વેક્સીન લગાવી લો.
સીડીસી આ સલાહ આપે છે
સીડીસી એટલે કે સેન્ટ્રલ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન સલાહ આપે છે કે, જેને કોરોના થઈ ચુક્યો હોય તેવી વ્યક્તિ પોતાનામાં એન્ટિબોડી ડેવલપ માટેનો ઉપચાર કરાવ્યો હોય તો તેઓએ 90 દિવસ બાદ કોરોનાની રસી ડોક્ટરનું માર્ગદર્શન લઈ મુકાવવી.