સુરતને બનાવો લીલુછમ: મહાપાલિકા આપશે તમને વિનામૂલ્યે રોપા

હાલમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરી. તે દિવસે કેટલાક સામાજિક સંસ્થાઓ તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું. ત્યારે હવે ચોમાચા પૂર્વે વધુમાં વધુ વૃક્ષારોપણ શહેરભરમાં થાય તે માટે મહાનગર પાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. તેના ભાગરૂપે હવે પાલિકાએ પોતાની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી પણ લોકો સુધી આ રોપા પહોંચાડવાનું નકકી કર્યું છે. 15 સપ્ટેબર સુધી સુરતીઓ પાલિકાની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરીને અલગ અલગ ઝોનમાં આવેલા ઉદ્યાનોમાંથી આ રોપા મેળવી શકશે. સવારે 9થી સાંજે 5 દરમ્યાન આ રોપા મેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને કારણે સુરતમાં 300થી વધુ ઝાડ જળમૂળથી ઉખડી ગયા હતા જ્યારે ઘણાં ઝાડવાને નુકસાન થયું હતું. ત્યારે તે એક ઝાડની સામે 3 ઝાડવા રોપવા સુરત મહાનગર પાલિકા લક્ષ્ય રાખી રહ્યું છે અને તે માટે લોક સહયોગથી અભિયાન હાથ ધર્યું છે.

દેખાડો નહી પરંતુ ઓક્સિજન વધારતા ઝાડવા રોપવા પડશે

નોંધનીય છે કે, સુરતમાં 15 ટકા જેટલું ગ્રીન કવર છે જોકે, તે સેટેલાઈટ ઈમેજના આધારે એજન્સીએ નક્કી કર્યું છે પરંતુ તે વધારવાની ખૂબ જ આવશ્યકતા છે. સુરતના લોકોને શુધ્ધ હવા મળે તે માટે આખા ગ્રીન કોરિડોર સુરત મનપાએ ઉભા કરવા પડશે અને તે પણ આર્ટિફિશિયલ ટાઈપના છોડવા નહીં પરંતુ ઓક્સિજનની માત્રા વધારવા ઝાડનું રોપણ કરવું પડશે.

તમે રોપા રોપવા માંગતા હોય તો આ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકો છો

ઝોન                                     સ્થળ

વરાછા                          મહારાણા પ્રતાપ ઉદ્યાન નાના વરાછા

કતારગામ                     ડો.શ્યામાપ્રસાદ લેક કાંસાનગર

રાંદેર                             સ્નેહ રશ્મી બોટોનિકલ ગાર્ડન ઉગત

અઠવા                          જવાહલલાલ નહેરૂ ઉદ્યાન

ઉધના                           ભેસ્તાન ઉદ્યાન

લિંબાયત                   ડીંડોલી છઠ સરોવર ઉદ્યાન

Leave a Reply

Translate »