ભારત-ગુજરાતમાં અમુલનો ભાવ ઓછો તો દક્ષિણ ગુજરાતમાં કેમ વધુ, સુમુલ કેમ લૂંટે છે?

ભારત-ગુજરાતમાં અમુલનો ભાવ ઓછો તો દક્ષિણ ગુજરાતમાં કેમ વધુ, સુમુલ કેમ લૂંટે છે?

દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરીએ દૂધ પ્રોડક્ટ પર વધારેલા ભાવ ઉપર કોંગ્રેસ અને ખેડૂત નેતાઓએ આંગળી ઉઠાવી છે. અમુલની પ્રોડ્કટના ભાવો ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં નથી વધ્યા તો તેના નામ હેઠળ જ ચાલતી સુમુલે શા માટે ભાવો વધાર્યા અને તે પણ દક્ષિણ ગુજરાતમાં જ. ઉપરાંત ખેડૂતોને એક પણ રુપિયાનો ભાવ વધારાનો ફાયદો આપ્યા વિના.
પૂર્વે કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, ખેડૂત નેતા અને કોંગ્રેસ આગેવાન એડવોકેટ દર્શન નાયક અને ધારાસભ્ય આનંદ ચૌધરી સહિતના નેતાઓએ પ્રેસ વાર્તા કરી જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની એક માત્ર સુમુલ ડેરી જે છેલ્લા 70 વર્ષથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે કાર્યરત છે, અને સુરત સહિત જાહેરજનતાને સ્વાસ્થ્યપ્રદ દૂધ અને દુધની બનાવટો પૂરી પાડે છે. સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકો સાથે જોડાયેલ અને અંદાજીત 75-લાખ લોકોને દૂધ અને દુધની બનાવટો પૂરી પડતી એક માત્ર ડેરી છે. આ સુમુલ ડેરી ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ની સભ્ય છે આ ડેરીના દુધના ભાવો અમુલ બ્રાન્ડ હેઠળ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) જાહેર કરતુ હોય છે.

દૂધના વેચાણભાવ (1- લીટરના)
બ્રાન્ડ અમૂલના ભાવ સુમુલના ભાવ તફાવત (+ સુમુલ)
ગોલ્ડ ૫૬/ – ૬૦/ – + ૪/-
શક્તિ ૫૦/ – ૫૪/ – + ૪/-
ટી-ટોપ ૪૫/- ૪૮/- + ૩/-
ગાય દૂધ ૪૬/- ૪૮/- + ૨/-
ટી-સ્પેશ્યલ ૫૧/- ૫૪/- + ૩/-
સ્લિમ & ટ્રીમ ૩૬/- ૪૦/- + ૪/-
તાઝા ૪૪/- ૪૬/- + ૨/-

કોંગ્રેસ નેતાઓએ આ સવાલો ઉઠાવ્યા

• સુરત અને તાપી જિલ્લા ના પશુપાલકો છે જેમને ભાવવધારા નો ઉપરોક્ત કોષ્ટક મુજબ કિલો ફેટે ભાવ વધારો મળે એની સામે હમોને કોઈપણ પ્રકાર નો વાંધો નથી પરંતુ તમામ સંઘો દૂધ ની બનાવટો અને અન્ય પ્રોડક્ટ હેઠળ સ્માર્ટ વેચાણના વહીવટ દ્વારા નફો કરી પશુપાલકોને દરેક જગ્યાએ વધારો આપતા હોય છે જો આખા ગુજરાતમાં અને ભારતદેશના વારાણસી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સુમુલ દુધનો અમુલ બ્રાન્ડ હેઠળ ઉપર મુજબની તમામ બ્રાન્ડની વેચાણ કિમત એકસરખી હોય તો સુરતના અને તાપીના લોકોને ભાવવધારો શા માટે ચૂકવવો પડે ? અને આ ભાવવધારાના રૂપિયા ક્યાં જાય છે ?
• ભારતમાં સૌથી મોંધુ દૂધ સુમુલ ડેરી વેચે છે, પશુપાલકોને કોઇપણ ભાવવધારો ચૂકવ્યા વિના.
• ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) સાથે સુમુલ સહીત રાજ્યના ૧૪ દૂધ સંઘો ડેરીઓ સભ્ય છે.
• દુધના ભાવ અમુલ બ્રાન્ડ હેઠળ GCMMF ફેડરેશન જાહેર કરતુ હોય છે.
• હાલમાં ગુજરાતની ડેરીઓની દૂધની તમામ પ્રોડક્ટ કરતા સુરતની સુમુલ ડેરી દુધની પ્રોડક્ટના ભાવમાં રૂપિયા ૨ થી ૪- સુધીનો વધારે છે.
• ફેડરેશનની અન્ય ડેરીઓ દૂધ જે ભાવે વેચે છે, તેમાં ગાય નું દૂધ ૨-રૂપિયા સુમુલ મોંઘુ છે.
• ભારતમાં સૌથી મોંધુ દૂધ સુમુલ સુરત અને તાપી જિલ્લામાં વેચે છે. ૭૫-લાખ ની ૨-જીલ્લાની પ્રજાને સુરત અને તાપી જિલ્લામાં પશુપાલકો ૨.૫૦-લાખ છે.
• ગયા વર્ષે ભાવ ફેર કિલ્લો ફેટે ૮૫-રૂપિયા ચૂકવ્યા છે, આ વર્ષે ૧-રૂપિયો વધારી ૮૬-રૂપિયા ચૂકવ્યા છે. (આ ભાવફેર કિલોફેટ ના નાણા પશુપાલકોના હિસાબ માંથી જ કાપી લઇ દરવર્ષે જુલાઈ માસમાં બોનસ નામ આપી ચુકવે છે)
• ચાલુ વર્ષે જુન ૨૦૨૧માં એક મહિના પહેલા ૨૨૭-કરોડ ચૂકવ્યા જે પશુપાલકોના કપાયેલા નાણા જ હતા.
• ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ડેરીઓ પશુપાલકોને દુધનો ભાવફેર કિલો ફેટ નો જે ભાવ ચુકવે છે એટલે કે દૂધની ખરીદી જે ભાવે કરે છે તે જ ભાવે દૂધ સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લા ના પશુપાલકો પાસે ખરીદ કરે છે એટલે સુમુલના પશુપાલકોને ડેરી ૧-રૂપિયો વધારે ચુકવતી નથી
• સુમુલે હાલમાં જે ભાવો વધાર્યા તેને લીધે સુરત અને તાપી જીલ્લાના વપરાશ કરતા ગ્રાહકોને મહીને ૯.૭૬ -કરોડ વધુ ચુકવવા પડશે એટલે ૧૧૭.૧૨ કરોડ વધુ ચુકવવા પડશે.
• ગુજરાતની અન્ય ડેરીઓ કરતા સુમુલનું અમુલ બ્રાન્ડ ના નામે વેચાતું અમુલ ગોલ્ડ ૪-રૂપિયા, અમુલ શક્તિ ૩-રૂપિયા, અમુલ સ્લીમ અને ટ્રીમ ૨-રૂપિયા, ગાયનું દૂધ લીટરે ૨-રૂપિયા, ટી ટોપ ૩-રૂપિયા, ટી સ્પેશ્યલ ૩-રૂપિયા, તાજા ૨-રૂપિયા વધારે ચુકવે છે.
• આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ સુમુલે ૪-ટકા વ્યાજે લોન નો લાભ ડીસ્ટ. બેન્ક થી લીધો છે તેમાં ૩-ટકા સબસીડી રાજ્ય સરકાર આપી રહી છે.
• સુમુલે મહારાષ્ટ્રમાંથી નવેમ્બર ૨૦૨૦ માં ૨૦ થી ૨૨ રૂપિયે લીટર દૂધ ખરીદી દૂધ પાવડર અને બટરનો સ્ટોક ૧૬૦ થી ૧૭૮ રૂપિયાના ભાવે કર્યો હતો. દૂધ પાવડરની આજે કીમત ૩૨૦ થી ૩૩૦ રૂપિયાએ વેચ્યું છે.
• ૫૫૦ કરોડનો પાવડર અને બટરનો સ્ટોક કોરોના થયો તે પછી ભાવ વધી બટર દૂધ પાવડરના ડબલ થઇ ગયા હતા .
• આમ ઉપર મુજબ ગ્રાહકો પાસેથી ઉઘાડી લુંટ થઇ રહી છે, અમુલ ફેડરેશન એક હોવા છતાં સમગ્ર ગુજરાતમાં સુરત સિવાય તમામ જગ્યાએ ભાવ સરખા અને સુરત માં જ લુંટ કેમ ?

     

   
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »