20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે


20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં DNAનાં પ્રોટીનમાં આના પુરાવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ જોયું કે, તે સમયના લોકોમાં વાઈરસને લીધે DNAમાં જે પણ ફેરફાર દેખાયા હતા તેવા જ ફેરફાર હાલ કોવિડ-19માં પણ દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંશોધકો અને ક્વીન્સલેન્ડ યુનિવર્સીટીના રિસર્ચમાં આવો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, ત્યારે વેક્સિન કે દવા ન હતી પરંતુ ઘીરેધીરે લાેકાેના શરીરે તેને અપનાવીને રક્ષણ મેળવી લીધું હતું.
મીડીયા રિપાેર્ટ મુજબ રિસર્ચ દરમિયાન, માણસો સાથે જોડાયેલા 1 હજાર જીનોમ પ્રોજેક્ટના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. માણસોના કયા જનીનમાં કોરોના સંક્રમણ સાથે જોડાયેલા પ્રોટીન બદલાયા છે તેનું પણ અવલોકન કર્યું. રિસર્ચના બીજા ભાગમાં, પૂર્વ એશિયાના લોકોનો DNA રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. 20 હજાર વર્ષ પહેલાં જે વાઈરસથી કોરોના મહામારી ફેલાઈ હતી તે કોરોનાવાઈરસ જેવો જ હતો.
સંશોધક કિરિલ એલેક્સએન્ડ્રોવે કહ્યું, જે રીતે વૃક્ષમાં હાજર રિંગ જોઇને ઘણી બધી માહિતી જાણી શકાય છે તેમ મનુષ્યોના જીનોમથી હજારો વર્ષ જૂનાં રહસ્યો વિશે જાણી શકાય છે. DNAમાં ફેરફારની નિશાની વાઈરસની હાજરીની પુષ્ટિ કરે છે. ત્યારે કોઈ દવા પણ નહોતી કે વેક્સિન પણ નહોતી
કિરિલે જણાવ્યું, 20 વર્ષ પહેલાં જ્યારે આવી બીમારી ફેલાઈ હતી ત્યારે કોઈ દવા પણ નહોતી કે વેક્સિન પણ નહોતી. સમયની સાથે મનુષ્યોના શરીરે આ વાઈરસનો સ્વીકાર કર્યો અને ધીમે-ધીમે તેની અસર નાબૂદ થઈ ગઈ.

Leave a Reply

Translate »