પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે દેશના ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને વિવિધ એસોસીએશનોની રજૂઆત ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આપેલા સકારાત્મક અભિગમને પગલે વિવિંગ અને નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળવાની સંભાવના
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ફિઆસ્વી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી અને સાસ્કમા દ્વારા ગત ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ તથા દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત મંત્રીઓને જણાવવામાં આવ્યું હતું કે, ટેકસટાઇલ મંત્રાલય દ્વારા તેની નવી ટેકસટાઇલ પોલિસીના ડ્રાફટનોટમાં ઉલ્લેખ કરાયેલા મુજબ વિવિંગ અને નિટીંગ ક્ષેત્રે વપરાતા કી રો – મટિરિયલ ઉપર કોઇપણ પ્રકારની એન્ટી ડમ્પીંગ ડયૂટી અથવા બીજી કોઇ વધારાની ડયૂટી લગાવવી જોઇએ નહીં. આ દિશામાં ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ તરફથી સકારાત્મક અભિગમ મળ્યો છે. જેથી વિવિંગ અને નિટીંગ ઇન્ડસ્ટ્રીને ઘણી મોટી રાહત મળવાની સંભાવના છે.