સુરત મનપાનું બજેટ: કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું પ્લાનિંગ, કરમાં વધારો નહીં

સુરત મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશ્નર બીએસ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેમાં  વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ 6970કરોડ રજૂ કરાયું જ્યારે વિકાસ કામો માટે 3183 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોનાની થપાટ વચ્ચે રજૂ થયેલું આ બીજું બજેટ છે. મનપા કમિશ્નર ના બજેટ માં વેરા ના દરો માં કોઈ વધારો કરાયો નથી.  માત્ર યુજર ચાર્જ માં 12.47 કરોડનો વધારો કરાયો છે.  400 ચો.મી. થી મોટા બિલ્ડિંગો માટે જ યુઝર ચાર્જ વધશે. પોલ્યુશન કંટ્રોલ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકો આકર્ષાય તે માટે રજીસ્ટ્રેશનની ફી માફી આપવાની ઘોષણા કરવામાં આવી છે.

બજેટમાં મનપા દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-૨૦૩૦ હેઠળ આત્મનિર્ભર ભારતને સાકાર કરવાં અમૃત -૨.૦ તથા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ નાં માપદંડનાં અમલ હેઠળ સુરત સીટીને ઇકો સીટી- આત્મનિર્ભર સિટી બનાવવા તરફ વિશેષ ધ્યાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રીસાયલિંગ/રીયુઝ ઓફ વોટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, , એર કવોલીટી સુધારણા,વોટર કન્ઝર્વેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ , રિન્યુએબલ ઓપ વોટર મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર બેલેન્સ અને ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટ પર ભાર મુક્યો છે. આ તમામ એ બાબત છે જે સીધી રીતે પર્યાવરણ સાથે જોડાયેલી છે. મનપાએ ભવિષ્યનો વિચાર કરીને કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરીને સુરતવાસીઓને વધુ મજબૂત કરવાની યોજના પર કામ કરાવાનું મન બનાવ્યું છે.

તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 1 લાખ રોપા, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 18 હજાર રોપા રોપાશે

ઈ વ્હીકલ પર નોંધણી ચાર્જ નહીં, પબ્લિક ચાર્જીંગ સ્ટેશનો ખોલાશે

સુરત મનપા ક્યા કેટલો ખર્ચ કરશે?


ટ્રાફિક કનેક્ટિવિટી માટે નવા 27 બ્રિજનું પ્લાનિંગ: 2 રિવર અને 13 ફ્લાયઓવર બ્રિજ બનાવાશે

દરેક ઝોનમાં પ્લેગ્રાઉન્ડ બનાવવાનું આયોજન

રિન્યુએબલએનર્જીસોલારઅનેવિન્ડહેઠળઆવકઉભીકરવાનુંલક્ષ્ય

Leave a Reply

Translate »