નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ
- રાજા શેખ (98980 34910)
સુરતની ભૂમિ કંઈક નવું કરવા ટેવાયેલી છે. સુરતીઓ ઘણાં ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે. આવા જ સુરતી ફાડુ મેનએ 10મી વાર વિશ્વ ફલક પર સુરતની સાથોસાથ ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. આ શખ્સ છે વિસ્પી ખરાદી. માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વીસ્પી ખરાદી વધુ એક વખત એક બે નહીં પણ ત્રણ – ત્રણ વિશ્વ રેકોર્ડ સુરતના સરસાણા કન્વેશન હોલના ડોમમાં પોતાને નામે કર્યા છે. તેના જીવ સટોસટ કરતબમાં ઈન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન તરીકે ખ્યાતિ પામનાર બોલીવુડ અભિનેતા સાહીલ ખાન પણ સામેલ થયા હતા અને આ હેરતઅંગેજ રેકોર્ડથી પ્રભાવિત થઈ તેઓએ વિસ્પી ખરાદીને સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાનું બિરુદ આપી તે મતલબની ટ્રોફી એનાયત કરી હતી. વિસ્પીએ 11 વર્ષ જૂના એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો હતો જ્યારે બે તદ્ન નવા રેકોર્ડ બનાવી પોતાનું સ્થાન ગીનીઝ બુકમાં બનાવ્યું હતું. .
પ્રથમ વિશ્વ રેકોર્ડ:
પહેલો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન) હાથ થી તોડવાનો હતો. આ પહેલા આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુહમ્મદ કહરીમાનોવિક નામે હતો, જેમને વર્ષ 2011 માં એક મિનિટમાં 74 કેન હાથ થી તોડ્યા હતા.
બીજો રેકોર્ડ :
મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ માં સ્થાપ્યો છે. આ કરતબ માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ ડેંસિટી અને સાઇઝ ના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવ્યા હતા અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણીથી તોડવાના હતા, જે કરતબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્રણ ચાર બ્લોક તોડ્યા બાદ વિસ્પીને કોણીમાં ખુબ જ દુખાવો થયો હતો પરંતુ તેણે આગળનું કામ પોતાના જનૂને વડે પુરું કર્યું હતું.
ત્રીજો રેકોર્ડ:
હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ નો હતો.જેમાં વિસ્પીની ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હતું અને સેન્ડવિચની જેમ વિસ્પી વચ્ચે સુતા હતા. તેમની છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો હતો અને ખુદ સાહિલ ખાને આ બ્લોક હથોડા થી તોડ્યા હતા. આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ નહોતી. જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ હતા તે રેકોર્ડ અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે વિસ્પીની કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી તેઓને આપવામાં આવી હતી.
ત્રણ મહિના લગાતાર મહેનત કરી
વીસ્પી ખરાદીએ રેકોર્ડ પહેલા આયોજિત પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે આ ત્રણ વિશ્વ રેકોર્ડ કરવા મારે લગાતાર ત્રણ મહિનાની મહેનત કરવી પડી હતી. હું રેકોર્ડ માત્ર મારા એક જનૂન માટે બનાવું છે અને તેમાં મારા એક ફોન કોલ પર હા પાડનાર યુથ આઈકોન સાહિલખાનનો હું આભાર વ્યક્ત કરું છું. સાહિલ ખાને કહ્યું હતું કે, વિસ્પી ખરેખર સ્ટીલમેન છે. મારી ફિટનેસ છે પરંતુ તે ફિટનેસ સાથે રિસ્કી કરતબ કરીને રેકોર્ડ અંકે કરી રહ્યો છે તે કાબિલેતારીફ છે અને જેથી, જ તેને સપોર્ટકરવા હું અહીં આવ્યો છું. વિસ્પીએ સમગ્ર ઇવેન્ટને સપોર્ટ કનારા ડી વાઈન ન્યુટ્રેશનના ઓનર હિરેનભાઈ દેસાઈ, કેપી ગ્રુપના સીએમડી ફારુકભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ફારુકભાઈએ કહ્યું હતુ કે, સ્પોર્ટ ક્ષેત્રે વિસ્પી ખુબ જ સેવા કરી રહ્યાં છે અને તેની આ સેવાને જોતા અમે તેમનો સ્પોર્ટ આપવાનું નક્કી કર્યું છે. સુરતમાં આવી પ્રતિભા હોવી એ અમારા માટે ગર્વની વાત છે.