.
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો.
ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા
રાજા શેખ, સુરત: (9898034910)
સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જેથી, ઈન્વેસ્ટર્સના ચહેરાઓ પર લિસ્ટિંગના પહેલા જ દિવસે ચમક આવી ગઈ હતી. કંપની મોટી છલાંગ લગાવશે તે દિશામાં જ ફર્સ્ટ ઈમ્પ્રેશનની સાબિત થઈ રહ્યું છે.
બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા..

અભિનેતા સૂરજ પંચોલી બ્રાંડ એમ્બેસડર, ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’

આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. રૂપેરા પરદા પર સૂરજ પંચોલી કેપી ગ્રીનની રિન્યુએબલ એનર્જીને સપોર્ટ કરતુ મટિરિયલ વિન્ડ લેટિસ-ટ્યુબલર ટાવર, ટ્રાન્સમીશન ટાવર, સબ સ્ટેશન, સોલાર એમએમએસ સ્ટ્રક્ચર બ્રિજીસ, ક્રેસ બેરિયર વગેરે પર કેપી ગ્રીન એન્જિનિયરિંગના પ્રોડક્શન કરાવતા દેખાડે છે અને ભારે ભરખમ અવાજમાં કહે છે કે, ‘કેપી ગ્રીન એન્જિનિયરિંગ , ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’’
આ એડ્સના પ્રેઝન્ટેશન વખતે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, અભિનેત્રી ઝરીના વહાબ અને સમગ્ર કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા. સાથોસાથ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ અને ભાજપના જીએસ અને લોકસભાના ઉમેદવાર જાહેર થયેલા મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

કેપી ગ્રુપની ત્રીજી કંપની શેરબજારમાં લિસ્ટ થઈ
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી પહેલા કેપી એનર્જી લિ. કે જે વિન્ડ સેક્ટરમાં કામ કરે છે તે વર્ષ 2016માં માત્ર 6 કરોડ ડિમાન્ડથી લિસ્ટેડ થઈ હતી. બીજી કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. (કેપીઆઈ ગ્લોબલ ઇન્ફ્રા) એ વર્ષ 2019માં લિસ્ટ થઈ હતી. જે એમએસઈ પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડ પર અને ત્યારબાદ નેશનલ સ્ટોક એક્ચેન્જ પર પણ માઈગ્રેટ થઈ છે.
અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર – ડો. ફારુક પટેલ
કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે. ડો. ફારુકે ઈમોશનલ અંદાઝમાં કહ્યું હતું કે, ‘મેં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર, લોગ આતે ગએ કારવાં બનતા ગયા’ જોકે, 1994માં મેં શરૂઆત કરી હતી અને ટીમ બનતી ગઈ. આજે મારી પાસે અનેક ઉચ્ચ ગુણવત્તાસભર મોરપિચ્છ છે અને 30 વર્ષના અનુભવનું આ ભાથું લઈને આજે અમે ત્રીજા કંપનીને શેરબજારમાં મુકી છે.


