સ્ટોરી: રાજા શેખ (98980 34910)
હુરતી ‘મોદી’ એટલે કે પ્રોફેશર યશવંત વ્યાસ. અંગ્રેજીના માંઘાંતા. અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા. આઈપીએસ-આઈએએસ, પીએચડી અને અનેક શિક્ષકોને પણ પોતાના જ્ઞાનનો લાભ તેઓએ આજ પર્યાપ્ત આપ્યો છે. હુરતી મોદી એટલા માટે સંબોધિત કરાયું કે, તેઓ વડાપ્રધાન મોદી જેવો હુલિયો ધરાવે છે અને તેમને તેમના જેવી સ્ટાઈલથી પેશ આવવું ગમે પણ છે. MOECના માધ્યમથી અનેકને ફાંકડું અંગ્રેજી બોલતા કરીને તેમના વ્યવસાયિક જીવનમાં ઉજાસ ફેલાવવાનો શ્રેય તેઓને આપી શકાય. વ્યાસ સર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને વનિતા વિશ્રામ વુમેન યુનિવર્સિટી જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને તેઓ આજે પણ કરાર અંતર્ગત ટ્રેનિંગ આપી રહ્યાં છે. સરકારી નોકરીથી શરૂ થયેલી આ સફર શિક્ષસેવાની લલકને કારણે તેઓને નિપુણ પ્રોફેસર સુધી લઈ ગઈ અને તે માટે જ તેઓને સઘર્ન ગુજરાત ઓફ ચેમ્બર દ્વારા હાલમાં જ બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ અપાયો. શિક્ષણસેવા ઉપરાંત તેઓ એક મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર અને લાઈફ મેન્ટર પણ છે.
1982 સુધી સરકારી નોકરી કરી:
મૂળે સૌરાષ્ટ્રના અમરેલીમાં 1958માં એક પોલીસ અધિકારી પિતા ચિમનલાલ વ્યાસને ત્યાં જન્મેલા યશવંત વ્યાસે ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી સાથે બીએસસી કર્યું અને બાદમાં વર્ષ 1979માં તેઓએ સરકારી નોકરી ગોધરા-પંચમહાલ પનામ પ્રોજેક્ટમાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોબ શરૂ કરી. વર્ષ 1982માં તેઓ દેના બેંક સુરતના રિજ્યોનલ મેનેજરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોડાયા. અહીં તેઓએ એજ્યુકેશન સેક્રેટરી અને સ્પોર્ટ -રિક્રિએશન કલબમાં પણ કામ કર્યું.
…અને MOECની સ્થાપ્ના કરી–
પહેલાથી જ શિક્ષણસેવા કરવાની લલક મનમાં હતી જેથી, સુરતમાં તેઓને તે તક મળી. અહીં ઘણા કોચિંગ ક્લાસ સાથે ઈગ્લીંશ ટીચર તરીકે તેઓ જોડાય ગયા અને બાળકોનું ઘડતર શરૂ કર્યું. બાદમાં એક વિચાર આવ્યો કે હું અલગ-અલગ જગ્યાએ સેવા આપું એના કરતા શા માટે એક મારું જ શિક્ષણ યુનિટ કેમ ન હોય અને 1987માં MOECની સ્થાપ્ના કરી. સ્પોકનથી લઈને પ્રોફેશન સુધી સસ્તુ અંગ્રેજી શિક્ષણ પુરું પાડવાની નેમ. સમાજસેવાનો પણ શોખ. જરૂરિયાતમંદોને વિનામૂલ્યે પણ ભણાવવું. આજ લક્ષ્ય. એજ ક્રમે તેઓ વિતેલા 35 વર્ષોથી સુરતના દિવ્યાંગ બાળકોને સ્પોકન ઈંગ્લીશની તાલીમ આપી રહ્યાં છે. આ સેવા વિસ્તરે તે માટે તેઓએ 1991-92ની સુરત એકેડમી એસોશિયેશનની સ્થાપ્ના કરી અને ફાઉન્ડર પ્રેસિડન્ટ બન્યા.
પીએમ મોદીના 74માં જન્મદિને જરૂરિયાતમંદ 74 યુવતીઓને મફત તાલીમ આપી-
વ્યાસ સરે હાલમાં જ વર્ષ-2023માં વડાપ્રધાન મોદીના 74માં જન્મદિને સુરતની 74 જરૂરિયાતમંદ, સામાન્ય-ગરીબ પરિવારની દીકરીઓને દત્તક લીધી હતી અને તેઓને 3 મહિનાનો એન્ટરપ્યોનરશીપ-એમ્પપોયબિલિટીનો સર્ટિફિકેશન કોર્ષ ફ્રીમાં કરાવ્યો. તેમની આવી અનેક સેવાઓને ધ્યાનમાં લઈ સઘર્ન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેઓને બેસ્ટ શિક્ષણનો એવોર્ડ એનાયત કર્યો. આ પહેલાં વર્ષ 2017માં તેઓને માય એફએમ તરફથી એક્સેલન્સ ઈન વોકેશન એેજ્યુકેશનનો એવોર્ડ પણ મળ્યો. લોકોપયોગી થાય તે માટે તેઓેએ ડિસેમ્બર- 2022માં ‘માય ઓવ્ન ઈગ્લીંશ ગ્રામર ગ્રંથ’ નામનું પુસ્તક લખ્યું અને તેને વડાપ્રધાન મોદીને સમર્પિત કર્યું.
વિદ્યાર્થીઓને હાથવગુ અંગ્રેજી જ્ઞાન મળી રહે તે માટે વ્યાસ સરે 90 એજ્યુકેશન ઓડિયો કેસેટ પણ પ્રસિદ્ધ કરી છે અને લોકલ ટીવી ચેનલમાં તે માટેના લાંબા શો પણ ચલાવ્યા છે. 75થી 100 શાળાના 12 હજારથી વધુ સ્ટુડન્ટો સામેલ હોય તેવા ક્વીઝ શો પણ કરાવ્યા છે. નામી યુનિવર્સિટી, સ્કૂલો સાથે તેઓ સંકળાયેલા છે. કાર્પોરેટ ટ્રેનિંગમાં અદાણી પોર્ટ, ટોરેન્ટ પાવર, એસ્સાર સ્ટીલ, એલએન્ડટી વગેરે પણ તેમના ક્લાયન્ટ છે. ડોક્ટર હોય કે પીએચડી વ્યાસ સર દરેક માટે અંગ્રેજી સંજીવની લઈને આવ્યા છે. જોવા જઈએ તો તેઓને 35 વર્ષની કરિયરમાં સંખ્યાબંધ મોરપિચ્છ જોડાયેલા છે.
-(અફરાઝ)