થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હેકડી કાઢી હતી પરંતુ….
વીડીયો વાયરલ થતા કૃત્તિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત..
વિવાદમાં જ રહેતા મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરી આવ્યો. આ બબાલમાં તે પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. જીમના સુપરવાઈઝરે આ વીડીયો ઉતાર્યો હોવાનું લાગી રહ્યું છે અને તે તેને સમજાવી રહ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય રહ્યો છે કે, તુ હથિયાર સાથે હુમલો કરવાની વાત કરતો હતો તે કર. બોલ હવે કેમેરા સામે. એટલે કૃતિકે આ પહેલા બહુ હંગામો કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. કૃતિક તેના બે પંટરોનું રિફંડ પણ માંગી રહ્યો છે. પોલીસના નામે દમ મારતા કૃત્તિકને સામે પક્ષે પણ જવાબ મળેછે કે, અમારા પણ ઘણાં કસ્ટમર ઓફિસર અને પોલીસવાળા હોય છે પણ તેને શા માટે ઈન્વોલ કરવાના. બાદમાં સુપરવાઈઝર કહે છે કે, ઈસકે સભી વીડીયો પુલિસ કો ભેજ દે પતા ચલે ઈસ્કો.
હવે પીપલોદના આ જીમવાળાએ પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બબાલ કરીને ત્યાંથી ગયેલા કૃત્તિકે બાદમાં તેને બધા ત્રણથી ચાર ફોન બંધ કરી દીધા છે.
- થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હવા કાઢી હોવાની વાત
- પોલીસ વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું કે, લાસ્ટ વીકમાં જ કૃત્તિકે કોઈ ફેમીલી સાથે આવી જ તકરાર કરી દમદાટી મારી હતી. ખાસ કરીને તે મહિલા સાથે બાખડ્યો હતો. જેના કારણે મામલો અડાજણ પોલીસ મથકે ગયો હતો. પોલીસે કૃત્તિકને બરાબરનો મેથીપાક ચખાડીને તેની હેકડી કાઢી હતી. જોકે, કૃત્તિક વિવાદોથી ઘેરાયેલો છે અને તે જીમના નામે અવારનવાર દાદાગીરી કરતો ફરતો હોવાનું જીમ સંચાલકોના વર્તુળોમાં ચર્ચાચ છે.
- કૃત્તિક ભંડારીના બીજા અનેક વિવાદો સમયાંતરે પ્રકાશિત થતા રહેશે. વાંચતા રહો ન્યૂઝનેટવર્કસ.