માંગરોળના ઔદ્યોગિક એકમોનો વીજ પ્રશ્ન ઉકેલાશે: ડિવીઝન ઓફિસ, સબ સ્ટેશનો અને નવા ફિડરો મંજૂર

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ કિમ – પીપોદરા વિવર્સ એસોસીએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના પ્રતિનિધી મંડળે આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરી (IAS)ની રૂબરૂ મુલાકાત લીધી હતી તથા માંગરોળ તાલુકાના ઔદ્યોગિક એકમોને લાંબા સમયથી સતાવી રહેલા ડીજીવીસીએલ સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ઉપરોકત રજૂઆત વખતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાની સાથે માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના ધીરુભાઈ શાહ, મંત્રી પ્રવીણ ડોંગા તથા કિમ – પીપોદરા વિવર્સ એસોસીએશન મંત્રી કિરણ ઠુમ્મર, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, જગજીવન ગોંડલીયા અને આશિષ સવાણી સહિતના ઉદ્યોગપતિઓ જોડાયા હતા. ડીજીવીસીએલના એમ.ડી. સાથેની મિટીંગમાં માંગરોળ તાલુકામાં ડીજીવીસીએલની એક ડિવિઝન ઓફિસ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં નવા ૬૬ કેવી સબ સ્ટેશન અને નવા ફિડરો મંજૂર કરવામાં આવ્યા હતા. મિટીંગમાં લાંબી ચર્ચાને અંતે ડીજીવીસીએલના એમ.ડી. યોગેશ ચૌધરીએ આ વિસ્તારના તમામ પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે–તે અધિકારીઓને તાત્કાલિક ધોરણે આદેશ પણ આપ્યા હતા.

Leave a Reply

Translate »