આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!!

દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે મજબૂત ઈમ્યુન સિસ્ટમ અને તેના માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો કસરત નથી કરતા તેમને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે. આળસના કારણે અથવા સમયના અભાવના લીધે, જેઓ આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહે છે, એવા લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે. તેથી, આ મુશ્કેલ સમયમાં પણ દરરોજ કસરત કરવી અને તમારી જાતને ફીટ રાખવી ઘણી જરૂરી છે. જોકે, ભારત અને ગુજરાતમાં તો કસરત કરવા માટેના તમામ માધ્યમો એટલે કે જીમ હાલ સંક્રમણ ફેલાવાના ડરથી બંધ કરાવી દીધા છે તેની સામે વિરોધ પણ થઈ રહ્યો છે પણ તે ખોલવા મંજૂરી અપાતી નથી. પરિણામે તમારે ઘરે જ કસરત કરવી પડશે, યોગ કરવા પડશે, સાઈકલિંગ કરવુ પડશે અથવા ચાલવું પડશે.

શું કહે છે રિચર્સ…

બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં કોરોનાવાઈરસથી સંક્રમિત 50 હજારથી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, એવા લોકો જે છેલ્લા 2 વર્ષથી ફિઝિકલી ઈનએક્ટિવ છે એટલે કે કોઈપણ પ્રકારની કોઈ શારીરિક પ્રવૃતિઓ નથી કરી રહ્યા તેમને જો કોરોનાનું સંક્રમણ થાય છે તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું, ICUમાં જવાનું અથવા મૃત્યુનું જોખમ વધી જાય છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે અને જેમની ઉંમર વધારે છે, માત્ર તે લોકોને કસરત ન કરતા લોકોની તુલનામાં કોવિડથી મૃત્યુનું જોખમ વધારે છે.

સ્ટડીના ઓથરના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી સંક્રમિત થયા બાદ ગંભીર રીતે બીમાર થવાથી અને મૃત્યુના જોખમના કેસમાં શારીરિત પ્રવૃતિ ન કરતા લોકોએ સ્મોકિંગ કરતા લોકો, મેદસ્વિતાથી પીડિત અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ પાછળ છોડી દીધા છે. કોવિડ-19નું ગંભીર ઈન્ફેક્શન થવાનું જોખમ તે લોકોને વધારે છે જેમની ઉંમર વધારે છે, જેમને પહેલાથી જ ડાયાબિટીસ અથવા હૃદયની બીમારી છે. સ્ટડીના પરિણામ દર્શાવે છે કે જે લોકો એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવે છે, તેમની તુલનામાં આળસુ લોકો અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ન કરતા લોકોમાં કોવિડ-19 સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 20 ટકા વધારે છે. ICUમાં દાખલ થવાનું જોખમ 10 ટકા વધારે છે અને કોવિડથી મૃત્યુનું જોખમ 32 ટકા વધારે છે.

Leave a Reply

Translate »