રાંદેરની ઐતિહાસિક ઈદગાહની જમીન મુદ્દે હાઈકોર્ટનો સ્ટે66 કેવીના સબ સ્ટેશન માટેની તૈયારી કરી રહેલી જેટકો કંપનીને તીવ્ર ઝાટકો
સુરત :રાંદેર ઈદગાહ વાળી જમીન ફૂંકી મારનાર રાજ્ય સરકારને તીવ્ર ઝાટકો આપતા હાઈકોર્ટે આપીને ટ્રસ્ટી તેમજ રાંદેરના ખેડૂતોને મોટી રાહત આપી છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનુની લડતમાં ઈદગાહ ટ્રસ્ટ, ખેડૂતો તેમજ સ્થાનિક રહીશોને મોટી જીત હાઁસલ થતાં હિન્દુ-મુસ્લિમ આગેવાનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.ઐતિહાસિક રાંદેર ઈદગાહની જમીન ફુંકી મારવામાં આવી હોવાથી તે જમીન પર અનેક એપાર્ટમેન્ટ અને સોસાયટી ઉભી થઈ ગઈ છે. જોકે, નવા, ફુર્તિલા યુવાઓની ટીમ જ્યારથી ટ્રસ્ટી તરીકે સક્રીય બની છે ત્યારથી ઈદગાહ અંગેના વર્ષો જુની ગૂંચ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.તાજેતરમાં જ સરકાર દ્વારા રાંદેર ઈદગાહને લાગુ 4900 ચો.મીટરનો પ્લોટ 66 કેવી સ્ટેશન માટે આપી દીધો હોવાથી રાંદેર ઈદગાહ ટ્રસ્ટ, રાંદેરખેડૂત એસોસિએશન,વિરેશભાઈ પટેલ તેમજ મહેફીલે ઈસ્લામ કુતૂબખાના અને 2200 સોસાયટીના રહીશો દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાયર કરવામાં આવી હતી જેમાં પીટીશનર તરફથી વિદ્વાન વકીલ અમિત ઠક્કરની ધારદાર દલીલોએ સરકારની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું હતું અને હાઈકોર્ટે સ્ટે ઓર્ડર જારી કરીને સરકારને તીવ્ર ઝટકો આપ્યો છે. સિમેન્ટ કોંક્રિટના જંગલ વચ્ચે એક માત્ર ખુલ્લી જમીનનો લોકો વોક માટે ઉપયોગ કરે છે જ્યારે બાળકોના રમત ગમત માટે પણ આ મેદાનમાં ટ્રસ્ટ તરફથી ખુલ્લી છુટ આપવામા ંઆવી છે. આ જમીનના અનેક ટુકડા થઈ ચુક્યા છે અને અનેક પર અપાર્ટમેન્ટ તાણી બંધાયા હોવા છતાં નવા ટ્રસ્ટીઓએ હિમ્મત હાર્યા વિના કાનુનનો સહારો લીધો હતો. ભારતની ન્યાય પ્રલાણી પર સંપૂર્ણ વિશ્વાસ સાથે ટ્રસ્ટી ઐયુબ યાકુબઅલી, સુલ્લુ ભરૂચા જેવા સક્રીય આગેવાનોએ હાઈકોર્ટમાં ધા ઝીંકી હતી અને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યેથી રાંદેર વિસ્તારમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
બાદશાહ જહાઁગીરે ઈદગાહમાં નમાઝ અદા કરી હતીઐતિહાસિક રાંદેર ઈદગાહમાં અલ્લાહના અનેક વલીથી માંડીને તે વક્તના બાદશાહ જહાઁગીરે પણ લશ્કર સાથે ઈદની નમાઝ અદા કરી હોવાનું ઈતિહાસમાં ઉલ્લેખ છે. તેમના અહીં પડાવ પછી જ જહાઁગીરાબાદ અને જહાઁગીરપુરા વિસ્તારનો વિકાસ થયો હતો અને આ વિસ્તાર ત્યારથી આ જ નામે પ્રચલિત છે. આ વિસ્તારમાં મોટેભાગે કોળી પટેલ, ખારવા સમાજના લોકો વસવાટ કરે છે. જ્યારે મુસ્લિમની સંખ્યા પણ નોંધપાત્ર છે. અહીં 500 વર્ષથી ઈદગાહ હયાત હોવાના ઐતિહાસિક પુરાવા પણ હયાત છે.