દિવાળીના તહેવારોમાં બજારોમાં જામતી ભીડ અને લોકોના બિનજવાબદારી ભર્યા વલણને પગલે ગુજરાતમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યાં છે. જોકે, રવિવાર કરતા આજે સોમવારે 49 કેસનો ઘટાડો છે. સોમવારે રાજ્યમાં 971 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત સિટીમાં 156 કેસ નોંધાયા છે જ્યારે એક પણ મોત નોંધાયું નથી. રાજ્યમાં આજે 5 વ્યક્તિઓના મોત થયા છે.
ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,81,670એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3768એ પહોંચ્યો છે. જ્યારે 993 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં કોવિડ દર્દીઓનો સાજા થવાનો દર 91.15 ટકા છે.
મહાનગર પાલિકાના આંકડાઓ આ મુજબ છે
અમદાવાદ કોર્પોરેશન 169, સુરત કોર્પોરેશન 156, વડોદરા કોર્પોરેશન 90, રાજકોટ કોર્પોરેશન 59, મહેસાણા 45, વડોદરા 39, પાટણ 38, સુરત 33, રાજકોટ 31, ગાંધીનગર કોર્પોરેશન 23, બનાસકાંઠા 21, સુરેન્દ્રનગર 21, કચ્છ 20, ગાંધીનગર 16, અમરેલી 15, દાહોદ 15, અમદાવાદ 14, મોરબી 14, ખેડા 12, અરવલ્લી 11, મહીસાગર 11, પંચમહાલ 9, પોરબંદર 9, સાબરકાંઠા 9, જામનગર 8, જામનગર કોર્પોરેશન 8, જુનાગઢ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, ગીર સોમનાથ 7, ભરૂચ 6, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, તાપી 5, આણંદ 4, વલસાડ 4, છોટા ઉદેપુર 3, નવસારી 2, ભાવનગર 1 કેસ સામે આવ્યા છે.