સુરતીનો રેકોર્ડ: આટલી નજીવી રકમમાં પાંચ દેશોમાં જઈ પર્યાવરણ જાગૃતિ ફેલાવી

સુરતના નિહાર સરસવાળાએ અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેઓએ  ફક્ત 988 ડોલરમાં 5 દેશોની યાત્રા કરી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી છે. સૌથી ઓછી રકમમાં પાંચ દેશોની યાત્રા તેઓએ આઈફ્લાય કંપનીની મદદથી કરી.

ગત વર્ષ 2019માં વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નિહાર સરસવાલાએ એશિયન દેશોની યાત્રા કરી હતી. જેમાં તેઓએ 5 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ત્યાંના સરકારી ખાતાઓના કર્મચારીઓને, વહીવટદારો તેમજ ટોચના વેપારીઓને મળી પર્યાવરણ અંગેની તેમની પ્રચંડ મુહિમમાં સાથ આપવા રજુઆતો કરી હતી, જેમાં તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી. ખૂબીની વાત એ છે કે તેઓએ સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ 5 દેશોમાં આઇફલાય કંપનીની મદદથી ફક્ત 988 ડોલરમાં આ યાત્રા પૂર્ણ કરી હતી. આટલી ઓછી કિંમતમાં 5 દેશોમાં ફરી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવનાર નિહારભાઈ વિશ્વમાં પ્રથમ ભારતીય બન્યા અને તે બદલ તેમને યુનિક વર્લ્ડ રેકોર્ડથી આધિકારિક રીતે સમ્માનવામાં આવ્યા છે.

પર્યાવરણ જાગૃતિના અનેક કાર્યક્રમો કર્યા

સુરત – વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન સંસ્થા 2016થી પર્યાવરણની સારસંભાળ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સતત કાર્યરત છે. અગાઉ આ સામાજિક સંસ્થા દ્વારા વર્ષ 2018માં ‘ઈચ વન, પ્લાંટ વન’ નામનુ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 38 સ્કૂલોના લગભગ 52,000 બાળકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ તેમની ‘મેરા શહેર સ્વચ્છ, મેરા ભારત સ્વચ્છ’ નામના અભિયાનને ભારતભરમાં પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે લોકોને આ જનજાગૃતિ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. પર્યાવરણ અંગે જનજાગૃતિમાં સિનિયર સીટીઝનો જોડે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave a Reply

Translate »