ભારતનાં આ મંદિરમાં પ્રસાદીનાં રૂપમાં સોનાનાં સિક્કા અને પૈસા આપવામાં આવે છે, સદીઓથી ચાલી રહી છે આ પરંપરા

આજે અમે તમને ભારતમાં એક એવા મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તોને પ્રસાદનાં સ્વરૂપમાં મીઠાઈ નહીં પરંતુ ઘરેણા આપવામાં આવે છે. ભારતનું આ અનોખું મંદિર મધ્યપ્રદેશમાં છે અને આ મંદિરનું નામ માં મહાલક્ષ્મી મંદિર છે. આ મંદિરમાં આવતા દરેક ભક્ત મંદિરમાં વિશેષ પ્રસાદ ચઢાવે છે. આ મંદિર રતલામ શહેરના માણક ચોકમાં સ્થિત છે.

મધ્યપ્રદેશનાં માલવા માં સ્થિત રતલામ શહેરને સુવર્ણ નગરીનાં નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર હજારો વર્ષ જુનું છે. દીપાવલીનાં દિવસે આ મંદિરમાં ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મંદિરને ખૂબ જ સારી રીતે સજાવટ કરવામાં આવે છે. આ દિવસે મંદિરની સજાવટ રોકડ રૂપિયા, સોના ચાંદીનાં સિક્કા, આભૂષણ અને અન્ય કિંમતી ચીજો થી કરવામાં આવે છે.

ભરાય છે કુબેરનો દરબાર

માં મહાલક્ષ્મી મંદિરમાં કુબેરનો દરબાર ભરાય છે. આ દરબારમાં આવતા ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણાં અને રૂપિયા પૈસા આપવામાં આવે છે. કુબેરનો આ દરબાર દીપોત્સવ નાં સમય દરમિયાન ભરાય છે.

આ દરબારમાં આવનાર ભક્ત પ્રસાદના રૂપમાં અને સોના ચાંદી ભગવાનને ચઢાવે છે. દિવાળીનાં દિવસે આ મંદિર ૨૪કલાક ખુલ્લું રહે છે અને ધનતેરસના દિવસે કુબેરનો દરબાર ભરાય છે.

દિવાળીનાં દિવસે થાય છે આયોજન

આ મંદિરમાં ધનતેરસથી લઈને પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાનમાં મહાલક્ષ્મીનાં મંદિરમાં ભક્તોની ભીડ એકઠી થાય છે. ભક્તો અહીં આવીને પૂજા કરે છે અને દીવા પ્રગટાવે છે. એટલું જ નહીં આ મંદિરને ફૂલોથી નહીં, પરંતુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ ઘરેણા અને રૂપિયાથી સજાવટ કરવામાં આવે છે. આ દરમિયાન મંદિરમાં આવતી મહિલાઓને કુબેરની પોટલી આપવામાં આવે છે.

વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા

મંદિરમાં ઘરેણા અને રૂપિયા ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. કહેવામાં આવે છે કે આ પરંપરાને અહીંયા રહેતા એક રાજાએ શરૂ કરી હતી. રાજ્યની સમૃદ્ધિ માટે રાજાએ આ મંદિરમાં ધન અને ઘરેણાં ચડાવતા હતા. ત્યારથી આ પરંપરા શરૂ થઇ છે અને લોકો મંદિરમાં આવીને ઘરેણાં અને પૈસા માતાને ચઢાવે છે અને તેને પ્રસાદીનાં રૂપમાં વહેંચવામાં આવે છે.

માન્યતા છે કે જે ભક્ત મંદિરમાં આવીને ધન અને ઘરેણાં ચઢાવે છે, તેમના ઘરમાં લક્ષ્મી માં ની કૃપા હંમેશાં જળવાઇ રહે છે. એ જ કારણ છે કે દૂર દૂરથી લોકો આ મંદિરમાં આવીને કીમતી ચીજો ચઢાવે છે.

Leave a Reply

Translate »