સુરત શહેર-જિલ્લામાં 2019માં 7995 માર્ગ અકસ્માતો થયાં, રાજ્યમાં 7428ના માેત

વર્ષ ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફિક વિક્ટીમ્સ નામની સંસ્થાએ ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ ની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૧૦ વર્ષ બાદ ઓક્ટો.-૨૦૦૫ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃતિ મળી.

  • માર્ગ અકસ્માતો અને વિશ્વ:

વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન વિશ્વમાં જીવલેણ માર્ગ અકસ્માતોના ૯૦% નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયાં છે. વિશ્વના ૫૪% વાહન ભારતમાં છે. ૧૫ થી ૨૯ વર્ષના વય જુથમાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ રોડ અકસ્માત છે. ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન અકસ્માતોના કારણે પાંચ કરોડ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં છે. દર મિનીટે માર્ગ અકસ્માતથી બે વ્યક્તિઓના મોત અને દર સેકન્ડે ૧ થી ૨ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે. દર વર્ષે સરેરાશ ૧૩ લાખ મૃત્યુ થાય છે. વિશ્વમાં આતંકવાદી ઘટનાઓથી ૨૦૧૬ ના વર્ષમાં ૩૪ હજાર મૃત્યુ થયાં હતાં. જ્યારે રોડ અકસ્માતોથી આતંકવાદ કરતાં ૩૫ ગણા વધારે મૃત્યુ થાય છે. લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે, જેથી અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય.

  • માર્ગ અકસ્માતો અને ભારત

વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં અકસ્માતોની સંખ્યામાં ભારત બીજા નંબરે આવ્યું છે. જેમાં દેશમાં ૪,૮૦,૪૪૫ માર્ગ અકસ્માતો થયાં વર્ષ ૨૦૧૯ માં દેશમાં ૪૩,૬૦૦ ટુ-વ્હિલર વાહન ચાલકો મૃત્યુ પામ્યા. દેશમાં ૪,૮૦,૪૪૫ માર્ગ અકસ્માતો થયાં. જેમાં ૧,૮૫,૭૮૫ લાખ લોકોના માર્ગ અકસ્માતથી મૃત્યુ પામ્યા. દરરોજ ૧૩૧૭ રોડ અકસ્માતો અને ૪૧૭ અકસ્માતથી મૃત્યુ થાય છે. દર કલાકે ૫૫ અકસ્માતો અને ૧૭ લોકોના મોત થાય છે. ૭૨ % મૃત્યુ ૧૮ થી ૪૫ વર્ષના વયજુથના હોય છે.

  • માર્ગ અકસ્માતો અને સુરતગુજરાત

જાન્યુઆરીથી ઓક્ટોબર-૨૦૧૯માં સુરત શહેર અને જિલ્લામાં ૭,૯૯૫ માર્ગ અકસ્માતો થયાં છે. નોંધનીય છે કે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોએ જારી કરેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૧૬૫૦૩ રોડ અકસ્માતો થયાં છે, જેમાં ૧૫,૯૭૬ ઘાયલ અને ૭૪૨૮ લોકોના મૃત્યુ નોંધાયા છે. કુલ અકસ્માતોની સંખ્યાના ૮૦ ટકા એટલે કે ૧૩૩૩૮ માર્ગ અકસ્માત ઓવરસ્પીડના કારણે થયાં છે.

સુરતમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોને સંવેદનાસભર શ્રદ્ધાંજલિ અપાઈ

માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાય છે. સુરતમાં પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ સ્વરૂપે સુરત શહેર ટ્રાફિક પોલિસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને રોડ સેફ્ટી ટ્રેઈનર અને ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રેસિડેન્ટ બ્રિજેશ વર્મા તથા વિશેષ અતિથિઓ અને સોશ્યલ વર્કર ભૂપેન્દ્ર શાહ, ધર્મેશભાઈ ગામી, અકસ્માત નિવારણ કેન્દ્રના ઉપપ્રમુખ બેલાબેન સોની, ઉમરા પોલીસ અને ટ્રાફિક પોલીસના પોલિસ જવાનો-કર્મચારીઓ તેમજ શહેરના નાગરિકો અને મીડિયાકર્મીઓએ ઉપસ્થિત રહીને રોડ અકસ્માતથી અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Leave a Reply

Translate »