. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમજ કોરોનાથી સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજ રોજ સવારે ૧૧:૦૦ કલાકે વરાછામાં સુરત ડાયમંડ એસોસીએશનની સાથે મળીને પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રા વરાછા રોડ મીની બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજારમાં ફરી હતી. આ પદયાત્રાને ઠેર – ઠેર ભવ્ય પ્રતિસાદ સાંપડયો હતો.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
આ પદયાત્રામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા અને માનદ્ ખજાનચી મનિષ કાપડીયા ઉપરાંત સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, ઉપપ્રમુખ સવજી ભરોડીયા, ભૂતપૂર્વ પ્રમુખ સી.પી. વાનાણી અને બાબુભાઇ ધારુકા, મંત્રી દામજી માવાણી, ખજાનચી મોહન વેકરીયા, સહમંત્રી જગદીશ ખૂંટ સહિતના મહાનુભાવો જોડાયા હતા.
ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કોરોનાના રાક્ષસનો પહેરવેશ ધારણ કરી હીરાના કારખાનેદારો, રત્ન કલાકારો તથા સ્થાનિક લોકોને કોરોનાથી સાવચેત રહેવા માટે સતત અપીલ કરી હતી. તેમણે વરાછા અને મહિધરપુરા હીરા બજારની ગલીમાં ફરી ફરીને ફરજીયાતપણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા હાથને સેનીટાઇઝ કરતા રહેવાનો સંદેશો પહોંચાડયો હતો. આ પદયાત્રામાં સુરત ડાયમંડ બ્રોકર એસોસીએશનના ઉપપ્રમુખ વી.પી. શાહ, મંત્રી બી.એમ. મહેતા અને મુકેશ નેસડી તથા કારોબારી સભ્ય કિશોર પાંડવ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ચેમ્બરની સાથે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગાયત્રીબેન જરીવાલા તથા અન્ય અધિકારીઓ પણ બેનરો સાથે મહિધરપુરા હીરાબજારમાં પદયાત્રામાં સામેલ થયા હતા.