સુરતમાં રસ્તાપ પર રઝળતા બીમાર શ્રમિક યુવાનને હોસ્પિટલ પહોંચાડી ટ્રાફિક પોલીસે માનવતા દાખવી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા સતત 7 દિવસથી પગની બીમારીથી પીડાતા યુવાનને હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સેવાભાવી સંસ્થાને બોલાવી સારવાર કરાવી હતી. દિલ્હી ગેટ પાસે રોડ પર રહેતા આ શ્રમીક યુવાનના પગનું તળિયું આખું સડી ગયું હતું અને ઘણાં દિવસથી તે દર્દથી પીડાય રહ્યો હતો. આ વાતની જાણ ત્યાં અમિષા હોટેલ પાસે ડ્યુટી બજાવતા ટ્રાફિક ટી.આર.બી સુપરવાઈઝર હંસરાજભાઈ યુવરાજભાઈ સંદણેને થઈ હતી. તેણે સ્થાન પર હાજર ટ્રાફિક પી.આઇ. એચ.વી. ગોટી ને શ્રમીક યુવાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. પી.આઇ.એ શ્રમિક યુવાન જોડે વાત કરી અને તેની સમસ્યા જાણી હતી. ત્યાર બાદ પી.આઈ. એ શ્રમિકના પગની હાલત જોતા તેમાં જીવડાં પડી ગયા હતા. તેથી તેમણે તાત્કાલિક સેવા ફાઉન્ડેશના સંચાલકોને જાણ કરી હતી.
સેવા ફાઉન્ડેશનના રાજીવ ઓઝા અને રાજેન્દ્રભાઈ સ્થળ પર જઈને યુવાનને ચેક કર્યો હતો. તેઓએ જોયું હતું કે યુવાનને પગમાં ગંભીર ઇજા થઇ છે અને એણે ઈલાજ કર્યો નથી જેથી તેનો પગ સડી ગયો છે. સેવા સંસ્થા દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી