ચૂંટણી સમયે કકળાટ ન કરતા, મતદાર યાદી સુધારણાં કાર્યક્રમમાં જઈ આવજો

તા.૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા.૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ ઝુંબેશ, યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેની માહિતી આપવા ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો મતદાર યાદી નામ નોંધાવી શકશે.

તા.૯/૧૧/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦ દરમિયાન મતદારો પોતાના મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.૧૫/૦૧/૨૦૨૧ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
ખાસ ઝુંબેશના દિવસો તા.૨૨/૧૧/૨૦૨૦, તા.૨૯/૧૧/૨૦, તા.૬/૧૨/૨૦૨૦ તથા તા.૧૩/૧૨/૨૦૨૦ રવિવારના ખાસ ઝુંબેશના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહીને ફોર્મ સ્વીકારશે. આ માટે મતદારોએ મતદારયાદીમાં નામ નોધવા, કમી કરવાના નિયત નમૂનાના ફોર્મ ભરી શકશે.


સુરત જિલ્લાના ૧૬-વિધાનસભા મતદાર વિભાગોમાં ૪૫૩૪ પોલીંગ સ્ટેશનો છે. ૪૨૦ બી.એલ.ઓ.કાર્યરત છે.
મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમોમાં દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in માં મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરવામાં આવશે. Voter helpline મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે.

હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે. ઓનલાઈનઃ- ceo website:http//www.ceo.gujarat.gov.in પર અરજી કરી શકાશે.

ક્યાં કેટલા મતદાતા નોંધાયેલા છે?

સુરત જિલ્લામાં હાલ ૨૩,૮૦૧,૫૭ પુરૂષ મતદારો અને ૨૦,૨૫,૨૯૯ મહિલા મતદારો તથા ૧૦૩ અન્ય મળી કુલ ૪૪,૦૫,૫૫૯ મતદારો નોધાયેલા છે.
સુરત જિલ્લાના ૧૬ વિધાનસભાના મતદાર વિભાગ જોઈએ તો ઓલપાડ- ૧૫૫માં ૪,૧૪,૯૨૫ મતદારો, માંગરોળ-૧૫૬માં ૨૦૮૪૬૦, માંડવી- ૧૫૭-૨૩૫૩૨૪, કામરેજ- ૧૫૮માં ૪૯૮૮૪૪, સુરત ઈસ્ટ-૧૫૯માં ૨૦૯૫૬૩, સુરત નોર્થ-૧૬૦માં ૧૬૨૫૮૨, વરાછા રોડ-૧૬૧માં ૨૦૭૯૫૫, કરંજ-૧૬૨માં ૧૭૦૩૬૭, લિંબાયત-૧૬૩માં ૨,૭૬,૪૬૧ મતદારો, ઉધના- ૧૬૪માં ૨,૫૩,૫૪૩ મતદારો, મજુરા-૧૬૫માં ૨,૬૩,૮૫૨, કતારગામ-૧૬૬માં ૩૦૪૪૫૪, સુરત વેસ્ટ-૧૬૭માં ૨૪૩૦૩૪, ચોર્યાસી- ૧૬૮માં ૪,૯૩,૩૭૧, બારડોલી-૧૬૯માં ૨૪૨૦૦૧, મહુવા-૧૭૦ વિધાનસભામાં ૨૨૦૮૨૩ મતદારો મળી કુલ ૪૪,૦૫,૫૫૯ મતદારો નોંધાયેલા છે.
પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કૈલેયા, રાજકીયપક્ષોના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Translate »