મોદી સરકારની ઉદ્યોગજગતને 2 લાખ કરોડની દિવાળી ગિફ્ટ, કોને કોને મળશે મદદ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠક બાદ ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિવાળી પહેલાં થયેલી આ મહત્વપુર્ણ બેઠકમાં સરકારે નિર્ણય કર્યો છે કે ઉત્પાદનના 10 ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે, આ રાશિ 2 લાખ કરોડ રૂપિયા હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત હેઠળ સરકારે આ નિર્ણય કર્યો છે. આ રાશિ એડવાન્સ કેમેસ્ટ્રી, ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજી પ્રોજેક્ટ, ઓટોમોબાઈલ પ્રોજેક્ટ, ટેલિકોમ નેટવર્કિંગ, ટેક્સટાઈલ, સોલર, LEDથી જોડાયેલ ક્ષેત્રોને આપવામાં આવશે.

G

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારનો પ્રયાસ છે કે દેશમાં રોકાણ આવે અને ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને. જે પણ ક્ષેત્રોને જરૂર હશે, સરકાર તેની સાથે છે. આ પહેલની શરૂઆત નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, જે સેક્ટરને રાહત મળશે તેમાં એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી (18,100 કરોડ રૂપિયા), ઈલેક્ટ્રોનિક એન્ડ ટેક્નોલોજી પ્રોજેક્ટ (5000 કરોડ રૂપિયા), ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ (57,042 કરોડ રૂપિયા), ફાર્માસ્યુટીકલ ડ્રગ્સ (15,000 કરોડ રૂપિયા), ટેલિકોમ તેમજ નેટવર્કિંગ પ્રોડક્ટ (12,195 કરોડ રૂપિયા), ટેક્સટાઈલ ઉત્પાદ (10,683 કરોડ રૂપિયા), ફૂડ પ્રોડક્ટ્સ (10,900 કરોડ રૂપિયા), સોવર પીવી મોડ્યુલ્સ (4500 કરોડ રૂપિયા), વ્હાઈટ ગુડ્સ (6238 કરોડ રૂપિયા) અને સ્પેશિયલ સ્ટીલ (6322 કરોડ રૂપિયા) સામેલ છે.

નોંધનીય છે કે, અગાઉ સરકાર દ્વારા આર્થિક છૂટછાટનું એલાન કરવામાં આવ્યું હતું. કોરોના સંકટ અને લોકડાઉનને કારણે અનેક ઉદ્યોગો પ્રભાવિત થયા છે. તેવામાં હવે તહેવારી સિઝન આવી છે અને દેશમાં તમામ વસ્તુઓ હવે અનલોક થઈ ગઈ છે ત્યારે અર્થવ્યવસ્થાએ પણ રફ્તાર પકડી રહી છે અને આત્મનિર્ભર અંતર્ગત મળનારી આ મદદથી ઉદ્યોગકારો ફરી આર્થિક સ્થિતિ સુધારી શકશે.

Leave a Reply

Translate »