રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને આ કરફ્ય ક્યારે હટાવાશે તેને લઈ અનેક લોકોનાં મનમાં સવાલ છે. તેવામાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાત્રિ કરફ્યૂને લઈને પ્રતિક્રિયા આપી છે. સુરતમાં ગાેડાદરા પાેલીસ મથકના ઉદ્ઘાટન પ્રસંગે સંબાેધિત કરતા રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાત્રિ કરફ્યૂ અંગે જણાવ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. અને હાલ પૂરતું કરફ્યૂ હટાવવામાં નહીં આવે. અને કોઈપણ સંજોગોમાં ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરથી પહેલા રાત્રિ કરફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લગાવાયાે હતાે જે 7 ડિસેમ્બર સુધી હતાે. પરંતુ ત્યારે કરફ્યુ યથાસ્થિતિ જાળવી રાખવાની જાહેરાત કરી હતી. જે કરફ્યુ ખાેલવા ધંધાદારીઆેએ માંગ કરી છે. ખાસ કરીને હાેટલ ઉદ્યાેગ, વેપારીઆે તેમજ કાપડ બજારે માંગણી કરી છે અને કરફ્યુ રાત્રિના 11થી લગાવવા માંગ કરી હતી. બીજી તરફ આજે સુરતમાં આમ આદમી પાર્ટીએ પણ માેટા પાેસ્ટરાે લગાવીને ગૃહ મંત્રી સમક્ષ વિરાેધ કર્યાે હતાે અને કરફ્યુ મુક્તિની માંગ કરી હતી. આપ દ્વારા પણ ધંધા રાેજગારને ધ્યાને લઈ કરફ્યુ દૂર કરવા કહેવાયું છે. સાથાેસાથ ભાજપના મંત્રીઆે, નેતાઆેના ભીડ ભેગી કરવાના કાર્યક્રમમની ટીકા પણ કરી છે.