• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

કાેરાેનાને કારણે હાલ પુરતી બાેર્ડના પરીક્ષાર્થીઆેને મળશે રાહતઃ કેન્દ્રીય મંત્રી

Bynewsnetworks

Dec 22, 2020

બૉર્ડના વિદ્યાર્થીઆે માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બૉર્ડની પરીક્ષાઓ ન લેવાય તેવું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલએ મંગળવારે કહ્યું છે. તેમણે કહ્યું કે માર્ચની તારીખો માટે કાેરાેનાની સ્થિતિને તપાસમાં આવી રહી છે, પરીક્ષાઓની તારીખો જલદી જાહેર કરી દેવામાં આવશે. દેશભરના શિક્ષકો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી. વાલીઓએ મે મહિના દરમિયાન બોર્ડ પરીક્ષાઓ યોજવાની માંગ કરી છે. તો આ જ મહિનામાં નિશંકે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પદ્ધતિના આધારે તૈયાર કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. માર્ચ મહિનામાં પરીક્ષા યોજવાની કોઈ અનિવાર્યતા નથી. કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવશે. પ્રેક્ટિકલ્સ પણ કોઈપણ પ્રવેશ પરીક્ષાની તારીખ પર રહેશે નહીં.”
નિશંકે કહ્યું હતું કે સીબીએસઇએ 2021ની બોર્ડ પરીક્ષાઓ માટે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. ફેલ શબ્દને માર્કશીટ પરથી હટાવી દેવામાં આવ્યો છે, હવે તેમાં કોઈ ફેલ નહીં થાય. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈની પરીક્ષાઓ ઑનલાઇન રહેશે નહીં. 2021માં યોજાનારી આ પરીક્ષા વિદ્યાર્થીઓએ પહેલાની જેમ પેપર-પેનથી આપવાની રહેશે. સીબીએસઇના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન કરાવવાની કોઈ દરખાસ્ત નથી. આ પરીક્ષાઓ અગાઉના વર્ષોની જેમ સામાન્ય લેખિત સ્વરૂપમાં લેવામાં આવશે. જો કે તેની તારીખ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. બોર્ડની પરીક્ષાઓની નોંધણીથી લઈને વર્ગખંડની કામગીરી સુધીની તમામ કામગીરી વર્ચુઅલ અથવા ઑનલાઇન થઈ રહી છે. કોવિડ રોગચાળા વચ્ચે સરકારે સમયસર પરીક્ષા લેવા પહેલ કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો પ્લાન હતો કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ત્રણ તબક્કાની વાતચીત કરવામાં આવે. નિશંક વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સાથે વેબિનાર દ્વારા ત્રણ જુદી જુદી તારીખો પર સીધો સંવાદ કરી રહ્યા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »