સુરતના રામનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી ડિવા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. આ દુકાનદાર સુમુલ, ગુલાબ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના ડુપ્લીકેટ તેલ પધરાવતો હતો. દુકાનમાં આ તમામ સ્ટીકર મળી આવ્યા છે. ઉપરાંત. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.
સુરતના રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડર્સ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન થતું હોવાની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે છાપો માર્યો હતો. અહીં લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરાતું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સુમુલ જેવી ભરોસેમંદ બ્રાન્ડની કંપનીના ઘીનું પણ ડુપ્લિકેશન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.