નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં થયેલી ફરિયાદ બાદ અોલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકામાં સરકારી જમીન પર કબજા કરી ગેરકાયદે બનાવી દેવામાં ્આવેલા ઝીંગા તળાવો દુર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરાય દ્વારા પહેલા અોલપાડના મંદરોઈ ગામથી ગેરકાયદે ઝીંગા તળાવો ઉપર બુલડોઝર ફેરવનાનું શરુ કર્યા બાદ આજે સવારે મજુરાના ખજાદગામે ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાંï આવતા ઝીંગા ઉછેરકો દોડતા થયા છે.
જિલ્લા કલેકટર દ્વારા અોલપાડ, ચોર્યાસી અને મજુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવા માટેનો નિર્ણય લેવાયા આવ્યો છે અને તેની શરુઆત અોલપાડ તાલુકાથી કરવામાં આવી છે. ત્યારબાદ આજથી મજુરા વિસ્તારના ખજાદ ગામથી તોડવાનું શરૂ કરાયું છે. આજે સવારે પ્રાંત અધિકારી, મામલતદાર, ડી. ઍલ. આર, મસ્ત્ય વિભાગ અને પોલીસના મોટી સંખ્યામાં કાફલા અને ચાર જે.સી.બી, સહિતના સ્ટાફ વચ્ચે ડાયમંડ બુર્સની પાછળના ભાગમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવાની શરૂઆત કરતા ગેરકાયદે ઝીંગાના તળાવ બનાવનારાઅોમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી આગામી દિવસોમાં અવિરતપણે ચાલુ જ રહેશે.