પુણાગામ ભૈયાનગરમાં આવેલ હંસમોર બ્યુટી પાર્લરની મહિલા સંચાલીકાઍ મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકને હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવાને બહાને પાર્લરમાં બોલાવ્યા બાદ તેને ઢીકમુક્કીનો તેમજ લાકડાના ફટકાથી મારમારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૨૫ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસમા નોધાઈ છે.
પુણા પોલીસના જણાવ્યા મુજબ સિલ્વર ચોક પ્રમુખ છાયાની બાજુમાં શિક્ષાપત્રી ઍવન્યુમાં રહેતા અને પરવત પાટીયા શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં નોબલ ફાર્મ નામના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા ૩૧ વર્ષીય પ્રવીણભાઈ બાબુભાઈ રામાણીનો ૨૦ દિવસ પહેલા મડીકલ સ્ટોરમાં ફેસવોસ ક્રીમ લેવા આવેલી સુમનઉર્ફે હંસીકા રાજપુત નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. સુમને તેને શરીર સુખ માણવું હોય તો ફોન નંબર પણ આપ્યો હતો. દરમિયાન પ્રવીણ ગઈકાલે મેડીકલ સ્ટોર પર હતો તે વખતે સુમને તેને ફોન કરી ફરીથી શરીર સુખ માણવાની વાત કરી મળવા માટે તેના પુણાગામ ભૈયાનગરમાં સારથી હાઈટ્સમાં આવેલ હંસમોર બ્યુટી પાર્લરમાં બોલાવ્યો હતો જેથી પ્રવીણ બપોરે મળવા માટે પાર્લરમાં ગયો હતો ત્યાં સુમન રાજપુત સાથે અન્ય ૨૦થી ૨૫ વર્ષની ચાર યુવતીઅો પણ હતી,.જે તેની આગળ પાછળ ફરવા લાગી હતી. ત્યારકબાદ સુમને તેને દોનો મે સે સેક્સ કરને લીયે કીસી ઍક કો પસંદ કરલે ઍક કા રૂપિયા ઍક હજાર દેના પડે હોવાનુ કહ્નાં હતું જાકે પ્રવીણે શરીર સુખ માણવાની ના પાડતા તે ઉશ્કેરાઈ હતી અને ઢીકમુક્કીનો અને લાકડાના ડંડાથી મારમારી કુછ કરના નહી હે તો ઠીક હે પર પૈસા તો દેના હી પડે તેમ કહી રૂપિયા ૨૫,૦૦,૦૦૦ની માંગણી કરી બળજબરી પુવર્ક પાર્કીટમાંથી રૂપિયા ૨ હજાર કાઢી લીધા હતા. અને પૈસે તો તુઝે દેને હી પડેગે ઈતને પૈસા સે ક્યા હોગા અગર પૈસા નહી દેગા તો મે તુઝે પોલીસ કેસમે ફસા દુંગી તુ મઝે જાનતા નહી હે પૈસે નહી દિયે તે જાન સે હાથ ધોના પડેગા હોવાની ધમકી આપી હતી. જાકે પ્રવીણે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા સુમન ટોળકીઍ કાચનો દરવાજા ખોલી કોલર પકડી બહાર કાઢ્યો હતો. તે દરમિયાન જ પોલીસ આવી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પોલીસને જાઈને ચાર મહિલાઅો ભાગી ગઈ હતી. પોલીસે પ્રવીણભાઈની ફરિયાદ લઈ સુમન ઉર્ફે હંસીકા રવી ચંદ્રપાલસિંધ કુસ્વાહ (રહે, ક્રિષ્ણાનગર સોસાયી સીતાનગર ચાર રસ્તા પાસે પુણાગામ) સહિત ત્રણ મહિલાઅો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.