- આ વર્ષે માત્ર 2 વખત જ સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે
- દ્વાપર યુગમાં આ પર્વનું મહત્ત્વ ભીષ્મએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું
12 એપ્રિલના રોજ વર્ષની પહેલી સોમવતી અમાસ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આવો સંયોગ વર્ષમાં 2 અથવા ક્યારેક 3 વાર પણ બની જાય છે. આ અમાસને હિંદુ ધર્મમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, વ્રત, સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય મળે છે. પરંતુ કોરોના મહામારીના કારણે ઘરના જ પાણીમા ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે.
આ વર્ષમાં માત્ર 2 જ સોમવતી અમાસઃ-
12 એપ્રિલના રોજ હિંદુ કેલેન્ડરની પહેલી અમાસ છે. આ દિવસે સોમવાર હોવાથી વર્ષની પહેલી સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. તે પછી આ વર્ષની બીજી અને છેલ્લી સોમવતી અમાસ 6 સપ્ટેમ્બરના રોજ આવશે. સોમવતી અમાસનો શુભ સંયોગ દર વર્ષમાં 2 કે 3 વાર જ બને છે.
મહાભારતમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મહાભારતમાં ભીષ્મએ યુધિષ્ઠિરને આ દિવસનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સમૃદ્ધ, સ્વસ્થ અને બધા દુઃખથી મુક્ત થઇ જશે. એવું પણ માનવામાં આવે છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થઇ જાય છે.
સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજાઃ-
પીપળના વૃક્ષમાં પિતૃઓ અને બધા દેવોનો વાસ હોય છે. એટલે સોમવતી અમસાના દિવસે જે દૂધમાં પાણી અને કાળા તલ મિક્સ કરીને સવારે પીપળાને ચઢાવે છે. તેમને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે. તે પછી પીપળાની પૂજા અને પરિક્રમા કરવાથી બધા દેવતા પ્રસન્ન થાય છે. આવું કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે. એટલે શાસ્ત્રોમાં તેને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે.