દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર સરકારને આકરી ફટકાર, તમે આંખ બંધ કરી શકો, અમે નહીં

દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર સરકારને આકરી ફટકાર, તમે આંખ બંધ કરી શકો, અમે નહીં

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કહેર વચ્ચે મંગળવારે ફરી અક વખત દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનવણી થઇ. દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત ઓક્સિજનની અછતને લઇને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે આ અંગે ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને કહયું કે દેશમાં જે સ્થિતિ છે તેને જોઇને તમે આંખ બંધ કરી શકો છો, અમે નહીં. અમે લોકોને મરતા નથી જોઇ શકતા. રિપોર્ટ મુજબ હાઇકોર્ટે આગળ કહ્યું કે કેન્દ્રએ તો આંખો પર પટ્ટી બાંધી લીધી છે, પરંતુ અમે આવું નહીં કરી શકીએ. સુનવણી દરમિયાન હાઇકોર્ટમાં આમિક્સ ક્યૂરીએ જાણકારી આપી કે દિલ્હીમાં લોકો ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યા છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગ અત્યારે ઓછી હોય તો, ત્યાંના થોડા ટેન્કરો દિલ્હીને આપી શકાય. કેન્દ્રએ તેના જવાબમાં જણાવ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટમાં અમારી અનુપાલન રિપોર્ટ દાખલ કરીશું, અમે એ તથ્ય પર નહીં જઇએ કે 700 મેટ્રિક ટન ઓક્સિજનની પૂર્તિ કરવી છે કે ગેસના બીજા ક્વોટાને પુરા કરવા છે.

સુપ્રીમે પણ કહ્યુ્ં છે ત્યારે દિલ્હીને 700 મેટ્રીક ટનનો જથ્થો મળવો જોઈએ

હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનું કહ્યું છે, તેવામાં તેને એટલો જથ્થો મળવો જોઇએ. દિલ્હી સરકારે કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની સપ્લાય અને ટેન્કરોનો સરખો ઉપયોગ નથી થઇ રહ્યો. તો સામે કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટને જાણકારી આપી કે ગઇકાલે જ દિલ્હીને ઓક્સિજનના 12 વધારાના ટેંકર આપવામાં આવ્યા છે. આ તરફ દિલ્હી સરકારનું કહેવું છે કે ઓક્સિજનની અછતના કારણે દિલ્હીના લોકો મરી રહ્યા છે અને કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન મળતો નથી. આ મામલે બંને પક્ષે ભારે ગરમાગરમી પણ થઈ હતી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »