- સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910
સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં ગાેબાચારી, કામદારાેનું શાેષણ સહિતના મુદ્દે તપાસ શરૂ કરાવી હતી અને તે મતબલનો એક પત્ર ફરિયાદી સોહેલ શેખને પણ પાઠવ્યો હતો પરંતુ 2 જુલાઈના રોજ મોકલવામાં આવેલા દરેક ઝોનમાં તપાસ કરવાના કાર્યપાલક ઈજનેરના પત્ર બાદ હજી સુધી તપાસનો રિપોર્ટ કરાયો નથી. ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગે
સુરત મહાનગર પાલિકાના 8 ઝાેનના ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેકશનના કાેન્ટ્રાક્ટરાે દ્વારા થતી કેટલીક ગેરરીતી મામલે જીપીએસ સિસ્ટમના છ મહિનાના (1 જાન્યુઆરીથી 30 જૂન 2021સુધી) ડેટા પણ ચેક કરવા માટે 8 જણાંની વિશેષ ટીમ બનાવી હતી. તે ટીમે રિપોર્ટ પણ 15 દિવસમાં સુપરત કરવાનો હતો પરંતુ તેમાં પણ હજી સુધી રિપોર્ટ ન થયો હોવાની વાતો સામે આવી છે. અધિકારીઓના જવાબને જોતા એવું લાગી રહ્યું છે કે, ફરી એકવાર કહેવા પુરતી કાર્યવાહી ચોપડે દેખાડીને ‘લીપાપોતી’ કરી દેવામાં આવશે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરોને ‘મલાઈ’ તારવી લઈને ખોટુ કરવાનો છુટો દોર આપી દેવામાં આવશે.
જીગર ટ્રાન્સપોર્ટની ગાડીઓનું એનાલિસીસ શરૂ કરાયું હતું પરંતુ…
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો ઉઠાવવાથી લઈને તેનુ શોર્ટિગ કરવા સહિતના અનેક મુદ્દે ગોબાચારી કરતા હોવાના કેટલાક પુરાવા સાથેના અમારા લગાતાર અહેવાલ બાદ આરોગ્ય વિભાગના ઉપરી અધિકારીઓના આદેશને પગલે સાેલિડ વેસ્ટના અધિકારી જ્વંલત નાયકે 8 જણાંની ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી હતી. જેમાં મનપાના સેન્ટ્રલ ઝોનના જીગર ટ્રાન્સોર્ટની ગાડીઓની જીપીએસ સિસ્ટમના ડેટાના આધારે તપાસ શરૂ કરાવી હતી. અગર ગાડીઆેનું મુવમેન્ટ અંદરાેઅંદર કરીને ખાેટી રીતે મુવમેન્ટ હશે, વજનમાં વેરિયેશન હશે, જેસીબીથી ગાડીઆે ભરાય છે તે, તમામ બાબતાેની તપાસ શરૂ કરાવવાનું જણાવાયું હતું જીગર ટ્રાન્સપાેર્ટની લગભગ 50 હજાર ટ્રીપાેનું ઝીણવટભર્યું એનાલિસીસ કરવાનું કહેવાયું હતું અને શરતચૂક મુજબ કમિશનરને રિપોર્ટ કરીને મનપા પાસે ખોટી રીતે વસૂલાતો એક-એક રૂપિયો દંડ સાથે વસૂલ કરવાની ડંભાસો મરાય હતી પરંતુ તે બાબતને સવા મહિનો ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતા હજી કોઈ રિપોર્ટ તૈયાર કરીને કમિશનરને કરાયો નથી. અધિકારીઓ આ મામલે કહે છે કે, હજી જોઈએ તેવો ડેટા કલેક્ટ થયો નથી, તેના પર કામ ચાલી રહ્યું છે. આ જવાબ જ કોન્ટ્રા્કટરોને બચાવી લેવાની મેલીમથરાવલીવાળો લાગી રહ્યો છે!! મનપા અધિકારીઓની આગળ પાછળ ફરતા કેટલાક મીઠા પાન-માવાવાળા વચેટિયાઓએ આ મામલે ખેલ પાડ્યો હોવાનું કહેવાય રહ્યું છે. આ મામલે કમિશનર પોતે રિપોર્ટ મંગાવે અને દૂધનું દૂધ પાણીનું પાણી કરે તે જરૂરી છે.
- ડાેર ટુ ડાેરમાં બિલ પાસ કરવાની સત્તા ઝાેન કક્ષાએ જેથી, થઈ રહ્યાે છે ખેલ, તપાસના પત્ર બાદ ફાઈલ અભરાઈએ?
ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં કામદારાેના શાેષણનાે મુદ્દાે પણ મુખ્ય છે. અને તે મામલે ફરિયાદી સોહેલ શેખને કાર્યાપલક ઈજનેરે તપાસ શરૂ કરાવી હોવાનો પત્ર 2 જુલાઈ 2021ના રોજ પાઠવ્યો હતો. જેમાં કામદારોના શોષણ સહિતના મુદે તપાસ કરવાનું તમામ ઝોનને કહેવાયું છે. ખાસ કરીને રાંદેર ઝોનના વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ.ના કામદારોના પણ પ્રશ્નો હોય તેમાં પણ તપાસ સોંપી હતી. કામદારોએ એફિડેવિટના માધ્યમથી શ્રમ આયોગમાં જણાવ્યું હતું કે, રૂ.21500 પગાર આ કામદારાેના બેંક એકાઉન્ટમાં ઉધારાય છે અને તેમના હાથમાં માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. દરેક 8 ઝાેન મળીને 750થી વધુ કામદારાેનું શાેષણ થઈ રહ્યું છે ત્યારે તેમને શ્રમિક કાયદા મુજબ મિનિમમ વેઝિસ મુજબ પગાર ચુકવાતો નથી. તેમને પીએફ, ઈએસઆઈ વગેરે આપવામાં આવતું નથી, ઉપરથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવીને એટીએમ, પાસબુક, ચેક બુક વગેરે કોન્ટ્રાક્ટરો પોતાની પાસે રાખી લે છે અને પગાર બારોબાર ઉપાડી લઈને તેઓને નજીવી રકમ રૂ. 7000 જ આપે છે અને ભંગાર વીણીને રૂપિયા ભેગા કરી લેવા કહી દેવાય છે. આ તમામ બાબતે તપાસ સોંપાય હતી. નિયમ મુજબ ઉપરોક્ત તમામ બાબતાે જાેવાનું કામ દરેક ઝાેન કક્ષાના નિમાયેલા અધિકારીઆેનું છે. કાેન્ટાક્ટરાે આ તમામ બાબતાેનું પાલન કરે છે તેવું સહી-સિકકા સાથેનું સર્ટિફિકેટ ઝાેન કક્ષાએથી મળ્યા બાદ જ કાેન્ટ્રાક્ટરાેને મનપા દ્વારા પેમેન્ટ ચુકવવામાં આવે છે. જે જાેતા લાગી રહ્યું છે કે, કાેન્ટ્રાક્ટરાે ભલે ગેરરીતી કરે પણ વર્ષાેથી તેમના બિલ બેધડક પાસ કરવામાં આવી રહ્યાં છે, જે સીધી રીતે ભ્રષ્ટાચાર તરફ અંગુલી નિર્દેશ કરે છે. તે માટે વિજિલન્સ તપાસ પણ જરૂરી છે. સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર માત્ર તપાસનો પત્ર લખીને ચૂપ બેસી રહે અને તેનો રિપોર્ટ લઈ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન કરે અથવા કરાવે તે સીધી રીતે ‘મિલીભગત’ તરફ ઈશારો કરે છે. આ મામલે મનપા કમિશનર એક્ટિવ થઈને રિપોર્ટ માંગે અને શાસક પક્ષ અને વિપક્ષ પણ ચૂપ બેસી રહેવાને બદલે આ બદીને સાફસુથરી કરે તે જરૂરી છે. - તપાસ સોંપાય તેની જાણ કરતો પત્ર