DGVCLનું ગ્રાહકો પત્યે દુલર્ક્ષ, ખેડૂતો પણ પરેશાન

રાજ્ય સરકારની કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય સરકારે જાહેર કરી રાજ્યના 17.25 લાખ ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ખેડૂતોને પૂરતી વીજળી ન મળતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. જિલ્લાના રૂરલ સર્કલ વિસ્તારના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં વીજકંપની દ્વારા અોવરહેડ ઍચ.ટી.ઍલ.ટી વીજ લાઇનોના મેઇન્ટેનન્સનો અભાવ તેમજ વીજલાઇનના વાયરોની થતી ચોરી મામલે વીજ કંપની તથા પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવા ખેડૂતોને પરેશાન કરવામાં આવતા હોવાની રજૂઆત સહકારી અગ્રણી દર્શન નાયક દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ અધિક્ષક ઇજનેર વીજ કંપનીને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

વધુ વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવે છે ઍ પણ વીજ પુરવઠાથી પણ ખેડૂત પરેશાન તો છે જ. સાથે છોગામાં વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવા ઊભી કરવામાં આવેલી ઓવરહેડ ઍચ.ટીઍલટી લાઇનોનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું નથી. નમી ગયેલા પોલને સીધા કરવામાં આવતા નથી. બીજી તરફ ઓલપાïડ વિસ્તારમાં મોરથાણ, કથરાજ રોડ, અટોદરા-ગોલા રોડ, રાજનગર, ભટગામ રોડ, સાંધિયેર-કંટારા રોડ, પરિયા, કન્યાસી સહિતના અનેક ગામો કે જે વીજ કંપનીના રૂરલ સર્કલમાં સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઍગ્રિકલ્ચર ઍચ. ટી. લાઇનોના વીજ લાઇનના વાયરો તથા ટ્રાન્સફોર્મરોની ચોરી થયાની ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આવી ઘટનાઅો બાબતે વીજ કંપનીના લાગત અધિકારી અને પોલીસ દ્વારા માત્ર અરજી લેવા સિવાઇ કોઇ વિશેષ કાર્યવાહી કરવામાં આવી નથી અને અંતે અસરગ્રસ્ત ખેડૂતોને નુક્સાન સહન કરવાનો વારો આવે છે. જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા અધિક્ષક ઇજનેર વીજકંપની વરાછા કાપોદ્રા તથા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત દ્વારા આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શિયાળામાં શેરડી તથા ઘઉંની સિઝનમાં ડિઝલ પંપ દ્વારા સિંચાઇ કરવાનું પોસાય તેમ નથી ત્યારે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો વીજ કંપનીએ પૂરો પાડવો ખેડૂતોના હિતમાં જરૂરી છે. 

Leave a Reply

Translate »