સુરત, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા પવારે અપેક્ષા મુજબ જ ટાઇટલની હેટ્રિક સર્જી હતી જ્યારે ફિલઝાહ ફાતીમા કાદરીએ વિમેન્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓલપાડ, સુરત ખાતે 12થી 14મી નવેમ્બર દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાથાએ શાનદાર દેખાવ કરીને જુનિયર ગર્લ્સ (અંડર-17), સબ જુનિયર ગર્લ્સ (અંડર-14) અને કેડેટ ગર્લ્સ (અંડર-13) ટાઇટલ જીત્યાં હતાં.
12 વર્ષની પ્રાથાએ સિઝનમાં પોતાનું ત્રીજું અંડર-17 ટાઇટલ જીતવા માટે ચોથા ક્રમની પ્રતિભાશાળી સ્થાનિક ખેલાડી મિલી તન્નાને ફાઇનલમાં 9-11, 15-13, 11-9, 5-11, 14-16, 11-8, 11-9થી હરાવી હતી. બીજા ક્રમની પ્રાથાએ આ મેચ જીતવા ભારે સંઘર્ષ કર્યો હતો.આ ઉપરાંત પ્રાથાએ સિઝનમાં પહેલી વાર અંડર-15 ટાઇટલ જીત્યું હતું. જ્યાં ફાઇનલમાં ચોથા ક્રમની નિધી પ્રજાપતિ સામે પ્રાથાનો 11-9, 12-10, 12-10, 11-4થી વિજય થયો હતો.
દરમિયાન અંડર-13માં મોખરાના ક્રમની પ્રાથાએ તેનું ફોર્મ જાળવી રાખીને પોતાની જ સાથી અને બીજા ક્રમની હિયા સિંઘને 11-5, 11-8, 11-7, 11-3થી હરાવી હતી.
જોકે વિમેન્સની ફાઇનલ સૌથી આકર્ષણરૂપ રહી હતી. જેમાં બે સુરતી ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો. એક તરફ ચેમ્પિયન ફ્રેનાઝ છિપીયા હતી જેની સામે બીજા ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરી હતી. ફિલઝાહે અપસેટ સર્જીને મોખરાના ક્રમની ફ્રેનાઝ છિપીયાને 12-10, 11-6, 7-11, 11-7, 14-12થી હરાવી હતી. ફિલઝાહે વર્તમાન સિઝનમાં બીજી વાર ટાઇટલ જીત્યું હતું.
મોખરાના ક્રમની ફિલઝાહે અંડર-19 કેટેગરીમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ત્રીજા ક્રમની સુરતી ખેલાડી આફ્રિન મુરાદ સામે 18-16, 12-10, 11-4, 11-9થી વિજય હાંસલ કર્યો હતો.
અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ અને અંડર-19 એમ બે ટાઇટલ જીત્યાબીજા ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ કેટેગરીમાં પોતાનું ફોર્મ જાળવી રાખીને મેન્સ કેટેગરીના ફાઇનલમાં પાંચમા ક્રમના ધૈર્ય પરમારને 6-11, 11-5, 14-12, 11-6, 11-6થી હરાવ્યો હતો.
દરમિયાન તેણે અંડર-19માં વિજયકૂચ જાળવી રાખી હતી. અહીં તેનો મુકાબલો સુરતના સાતમો ક્રમાંક ધરાવતા શ્લોક બજાજ સામે હતો જ્યાં ચિત્રાક્ષે 11-9, 13-15, 7-11, 11-8, 11-4, 11-6થી વિજય હાંસલ કર્યો હતો.
જોકે શ્લોક માટે નિરાશ થવાની જરૂર ન હતી કેમ કે અંડર-17 કેટેગરીમાં શ્લોકે સુરતના જ મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈ સામેની ફાઇનલમાં 9-11, 11-9, 11-5, 11-3, 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
સબ જુનિયર બોયઝ (અંડર-15)માં અરાવલ્લીના જન્મેજય પટેલે શાનદાર દેખાવ કરીને મોટો અપસેટ સર્જ્યો હતો. તેણે મોખરાના ક્રમના હિમાંશ દહિયા (અમદાવાદ) સામેની ફાઇનલ મેચ 7-11, 9-11, 11-9, 11-5, 11-9, 11-7થી જીતી લીધી હતી.
અમદાવાદના મોખરાનો ક્રમાંક ધરાવતા આર્ય કટારિયાએ કેડેટ બોયઝ (અંડર-13) ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં બીજા ક્રમના સુરતી ખેલાડી વિવાન દવેને 11-8, 11-8, 11-7, 11-7થી હરાવ્યો હતો.
જોકે વિવાન દવેએ પણ નિરાશ થવાની જરૂર ન હતી કેમ કે હોપ્સ બોયઝ(અંડર-11)ની ફાઇનલમાં તેણે બીજો ક્રમ ધરાવતા અમદાવાદના પાર્થ વ્યાસને 11-4, 11-6, 11-7, 11-9થી હરાવ્યો હતો.
હોપ્સ ગર્લ્સ (અંડર-11)માં સુરતની ક્રિશા પટેલે ટાઇટલ જીતવા માટે ત્રીજા ક્રમની ભાવનગરની ચાર્મી ત્રિવેદી સામે 12-10, 11-6, 11-7, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
“ત્રણ ટાઇટલ જીતવા માટે પ્રાથાને ખૂબ ખૂબ અભિનંદન. આ સિઝનમાં તે અમૂલ્ય પ્રતિભા સાથે રમી હતી અને તેની સફળતાએ આ પુરવાર કરી દીધું છે. વિમેન્સ ટાઇટલ જીતવા માટે ફિલઝાહ પણ અભિનંદનની હકદાર છે કેમ કે ફ્રેનાઝ છેલ્લા કેટલાક સમયથી અત્યંત મજબૂતીથી રમી રહી હતી અને તેને હરાવવી ક્યારેય આસાન ન હતું. આ ખેલાડીઓના પ્રદર્શન યુવાન ખેલાડીઓને સજ્જ કરવા તથા તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવાના જીએસટીટીએના પ્રયાસોનું પરિણામ છે.” તેમ જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું. “તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન જેમની આકરી મહેનતને કારણે અપેક્ષિત પરિણામ આવ્યા છે. પરંતુ આ સાથે સાથે જેઓ ચૂકી ગયા છે તેમણે નિરાશ થવાની જરૂર નથી. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં સફળતા હાંસલ કરવા માટે વધુ પ્રેરિત થશે અને મહેનત કરશે.” તેમ શ્રી મિત્રાએ ઉમેર્યું હતું.
મહત્વના પરિણામોમેન્સઃચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધૈર્ય પરમાર 6-11, 11-5, 14-12, 11-6, 11-6ઇશાન હિંગોરાણી જીત્યા વિરુદ્ધ વિદિત દેસાઈ 11-7, 11-5, 11-2
વિમેન્સઃફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ ફ્રેનાઝ છિપીયા 12-10, 11-6, 7-11, 11-7, 14-12કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ આફ્રિન મુરાદ 19-17, 6-11, 11-6, 4-11, 11-8
જુનિયર બોયઝ (અંડર-19)ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ શ્લોક બજાજ 11-9, 13-15, 7-11, 11-8, 11-4, 11-6અરમાન શેખ જીત્યા વિરુદ્ધ હર્ષિલ કોઠારી 11-9, 15-17, 12-10, 15-13
જુનિયર ગર્લ્સ (અંડર-19)ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ આફ્રિન મુરાદ 18-16, 12-10, 11-4, 11-9કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ પ્રાથા પવાર 11-9, 11-4, 11-7
જુનિયર બોયઝ (અંડર-17)શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈ 9-11, 11-9, 11-5, 11-3, 11-7અરમાન શેખ જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 7-11, 11-5, 11-9, 11-6
જુનિયર ગર્લ્સ (અંડર-17)પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ મિલી તન્ના 9-11, 15-13, 11-9, 5-11, 14-16, 11-8, 11-9નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-7, 8-11, 4-11, 11-7, 11-6
સબ જુનિયર બોયઝ (અંડર-15)જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 7-11, 9-11, 11-9, 11-5, 11-9, 11-7આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 8-11, 11-9, 11-9, 11-9
સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-9, 12-10, 12-10, 11-4અર્ની પરમાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-5, 11-7, 5-11, 11-3
કેડેટ બોયઝ (અંડર-13)આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ વિવાન દવે 11-8, 11-8, 11-7, 11-7સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-9, 13-11, 11-8
કેટેડ ગર્લ્સ (અંડર-13)પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ હિયા સિંઘ 11-5, 11-8, 11-7, 11-3મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 6-11, 11-3, 11-7, 11-9
હોપ્સ બોયઝ (અંડર-11)વિવાન દવે જીત્યા વિરુદ્ધ પર્વ વ્યાસ 11-4, 11-6, 11-7, 11-9હ્રિદાન પટેલ જીત્યા વિરુદ્ધ તક્ષ શાહ 11-7, 10-12, 11-9, 11-8
હોપ્સ ગર્લ્સ (અંડર-11)ક્રિશા પટેલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 12-10, 11-6, 11-7, 11-8દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ રિચા રાવત 11-4, 11-9, 11-8