સુરત મનપાને હલ્કી ગુણવત્તાવાળી સ્ટેશનરી પધરાવનારનું રૂ 30.30 લાખનું બિલ હોલ્ટ!

સુરત મહાનગર પાલિકાને હલ્કી ગુણવત્તાવાળી વેરાબિલના પેપર પધરાવી ઉલ્લું બનાવનાર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ નું રૂ.૩૦ લાખ ૩૦ હજાર પેમેન્ટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સેક્શન ઓફિસર, ઇન્ફર્મેશન સીસ્ટમસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વ્યાપક ગેરરીતિઓ બહાર આવી. આ માહિતી સુરતના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માહિતી અધિકાર હેઠળ મેળવાય હતી. તેમાં નક્કી કાગળના જીએસએમ કરતા ઓછા જીએસએમના પેપર પધરાવાયા હોવાનું કબૂલ કરાયું છે.  સુરત મહાનગર પાલિકામાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ 2020 સુધીમાં આ રીતે છેતરપિંડી કરી ચુનો ચોપડાયો હતો. આશ્ચર્યની વાત તો  એ છે કે પેપરની ગુણવત્તા અંગે એક સામાન્ય નાગરિકને ગતાગમ પડતી હોય તો વર્ષોથી કામ કરાવનાર અધિકારીઓની સમજમાં કેમ ન આવ્યું? કેમ તેઓએ ગુણવત્તા અંગે ખરાઈ ન કરી? કે પછી સબ ભૂમિ ગોપાલ કી સમજીને ખિસ્સા ગરમ કરી મહાપાલિકાને ચુનો ચોપડવામાં ભૂમિકા ભજવીએ રાખી!!

મનપાએ ઈજારદારનો રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો પણ એક્ટિવિસ્ટે કરાવેલા રિપોર્ટમાં ગોલમાલ મળી!

ટેન્ડર શરત મુજબ 80 GSM ગુણવત્તા ધરાવતું સફેદ પ્રિન્ટેડ પેપર વેરાબિલ પેટે ટેન્ડર બહાર પાડી માગવવામાં આવેલ હતું જે માટે વેરાબિલ સપ્લાય કરતા પહેલાં પેપરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી લેબ રીપોર્ટ પણ રજુ કરવાનો હોય છે. જે મુજબ એજન્સી દ્વારા મહાનગર પાલિકામાં રજુ કરવામાં આવેલ ટેસ્ટ રીપોર્ટ મુજબ પેપર ૮૦.૨ અને ૮૦.૧ GSM ગુણવત્તા ધરાવે છે.  ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સપ્લાય કરવામાં આવેલ અને મહાનગર પાલિકા દ્વારા સુરતીઓને પાઠવવામાં આવેલ વેરાબિલની હલકી ગુણવત્તા અંગે શંકા થયા પછી આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારના અલગ અલગ વર્ષ ના વેરાબિલ સુરત સ્થિત લેબમાં મોકલી પેપરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવતા કોઈ પણ વેરા બીલ 80 GSM ગુણવત્તા ધરાવતું જોવા મળેલ નથી. વેરાબીલની ગુણવત્તા મહાનગર પાલિકા દ્વારા માંગેલ ગુણવત્તા કરતા 4.25 % થી લઈને 28.75 % જેટલી ઓછી જણાઈ આવેલા. આ અંગે તારીખ 19 ફેબ્રુઆરી 2021 ના રોજ કમિશ્નર, સુરત મહાનગર પાલિકા અને ડિરેક્ટર, લાંચરુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરીને પ્રિન્ટેડ વેરાબિલ સપ્લાય માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ ની માંગણી કરવામાં આવેલ હતી.

નક્કી કરાયેલી ગુણવત્તા કરતા હલ્કી ગુણવત્તાવાળા પેપરો સપ્લાય કરનાર એજન્સીઓ આ રહી…

(૧) સુરત મહાનગર પાલિકા દ્વારા આ ફરિયાદ અંગે કરેલ તપાસમાં ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સપ્લાય કરવામાં આવેલ 18 પૈકી 13 જેટલા અલગ અલગ પેપરો માં પ્રિન્ટેડ વેરાબિલ, જનરલ રિશીપટ, બ્લેન્ક પેપર, ટેક્સ ડીમાન્ડ રજીસ્ટર, કટ બુક ફોર્મ, અસેસ્મેન્ટ ખાસ નોટીસ, પ્રોફેશનલ ટેક્સ નોટીસ, પ્રોફેશનલ ટેક્સ બીલ, પ્રોપર્ટી ટેક્સ બીલ કમ નોટીસ જેવા પેપરો માન મેડ ટેક્સટાઈલસ રીસર્ચ એસોસીએશન, સુરત ખાતે કરાવવામાં આવેલ ગુણવત્તા ચકાસણીમાં 27.86% સુધીની ઓછી ગુણવત્તા સામે આવી છે.
(૨)  સ્વસ્તિક કમ્પ્યુટર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (ઓરીજનલ) અને ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (ડુપ્લીકેટ) નિયત કરેલ GSM ટેસ્ટીંગ માં મળી આવેલ નથી. જેમા પણ 11.30% સુધીનો ઓછી ગુણવત્તા સામે આવી છે. ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટો ગુણવત્તા ના હોવાથી સ્વસ્તિક કમ્પ્યુટર દ્વારા સપ્લાય કરવામાં આવેલ તમામ પેપરો મહાનગર પાલિકા દ્વારા રીજેક્ટ કરીને પેપર પરત આપવામાં આવેલ છે. અને સ્વસ્તિક કમ્પ્યુટરને આપવામાં આવેલ ઓર્ડરો પણ કેન્સલ કરવામાં આવેલ છે.
(૩) નેશનલ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવેલ પ્રોપર્ટી ટેક્સ બીલ કમ નોટીસ પણ નિયત કરેલ GSM ટેસ્ટીંગમાં મળી આવેલ નથી. જેમાં પણ 5.28% સુધીની ઓછી ગુણવત્તા સામે આવી છે. વિવિધ સ્ટેશનરી નિયત સમય માં સપ્લાય ના કરવા બદલ નેશનલ માર્કેટિંગ કોર્પોરેશનને મહાનગર પાલિકા દ્વારા 3 વર્ષ માટે ભૂતકાળમાં બ્લેક લીસ્ટ પણ કરવામાં આવેલ છે.

ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા બનાવટી પ્રમાણ પત્ર રજુ કરવામાં આવ્યું.

ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સેન્ટ્રલ પલ્પ એન્ડ પેપર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ના નામે તા.07 જુલાઈ 2020, તા.૨૫ સપ્ટે.. 2020 અને, તા.20 ઓક્ટો. 2020, તથા તા.14 જાન્યુ. 2021ની તારીખ વાળું ખોટું પ્રમાણ પત્ર રજુ કરીને લાખ્ખોના પેપર મહાનગર પાલિકામાં સપ્લાય કરવામાં આવેલ હતા. સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પછી થયેલ તપાસમાં સેન્ટ્રલ પલ્પ એન્ડ પેપર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ ઉપર દર્શાવામાં આવેલ કોઈપણ તારીખ વાળું ગુણવત્તા અંગેનું પ્રમાણ પત્ર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ માટે જારી કરવામાં આવેલ નથી. એટલે ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા ખોટા પ્રમાણ પત્રો બનાવી મહાનગર પાલિકામાં રજુ કરવામાં આવેલ છે.

 સંજય ઈઝાવાએ કહ્યું, કે કમિશનરે બિલ હોલ્ટ કર્યું છે પણ પ્રત્યેક એજન્સી સામે છેતરપિંડીની ફરિયાદ કરાય અને અધિકારીઓ સામે પણ પગલાં લેવાય. અત્યારસુધી મનપાને ઉલ્લું બનાવી બિલ પાસ કરાવાયા છે તે રકમ પણ પરત લેવાય.

 

Leave a Reply

Translate »