નબળી સરકારની કામગીરી ઢાંકવા કર્યો એરિયલસર્વે: પીએમ માટે આવું કોણે કહ્યું?

નબળી સરકારની કામગીરી ઢાંકવા કર્યો એરિયલસર્વે: પીએમ માટે આવું કોણે કહ્યું?

શિવસેના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પર ટીકા કરતા કહ્યું કે,   “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સક્ષમ મુખ્ય પ્રધાન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી થઈ હશે કે તેઓ કોઈપણ સંકટનો સામનો કરવા સક્ષમ છે, અને જ્યાં નબળી સરકાર છે ત્યાં તેમને સર્વે કરવા જવું પડ્યું.  મને નથી લાગતું કે જો તેઓ લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેઓએ તેને જુદી જુદી રીતે જોવાની જરૂર છે. એટલા માટે જ મોદી મહારાષ્ટ્ર આવ્યા ન હતા, પરંતુ માત્ર ગુજરાત પ્રવાસ પર ગયા હતા.”

રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા તાઉતે થી નુકસાન પામેલા ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાનો એરિયલ સર્વે કર્યો હતો. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી છે. ગુજરાત સરકારે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગેનો સર્વે હાથ ધર્યો હતો અને અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પ્રાથમિક તબક્કે રૂ. 1000 કરોડની સહાયની જાહેરાત કરી હતી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »