• Thu. Jun 1st, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સંકટ પર સંક્ટ: હવે ‘યાસ’ તબાહી મચાવવા આવી રહ્યું છે!

ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા જ તાઉતે વાવાઝોડુ તબાહી મચાવી ગયો. તો હવે ‘યાસ’ નામના વાવાઝોડાનું સંકટ ભારતના કેટલાક રાજયોમાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીના ઉત્તર મધ્યની ઉપરના ભાગમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે 23-24 મેના રોજ આ વાવાઝોડામાં બદલાઈ શકે છે. આગામી દિવસોમાં તે ચક્રવાતી વાવાઝોડું બની શકે છે. આ વાવાઝોડાને યાસ કહેવામાં આવશે. આ નામ ઓમાને આપ્યું છે. આગામી અઠવાડિયે બંગાળની ખાડી ઉપર ઓછા દબાણવાળુ ક્ષેત્ર બનવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દબાણનું ક્ષેત્ર વધીને ચક્રવાતી વાવાઝોડાનું રૂપ લઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગના અધિકારી સુનિતા દેવીના જણાવ્યા મુજબ, આપણા સીમા વિસ્તારમાં આવવા પર અધિકારિક રીતે પૂર્વાનુમાનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. એક અન્ય  ચક્રવાતી વાવાઝોડાના સ્પેશિયલ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે 23-24 મેના રોજ સાઈક્લોન બન્યા બાદ તે 27-29 મે વચ્ચે લેન્ડફોલનું કારણ બની શકે છે. આ ચક્રવાતી વાવાઝોડાની અસર અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર થશે. તે સમયે હવાની ગતિ 140થી 150 કિલોમીટર પ્રતિ કલાક હશે તેમ કહેવામાં આવી રહ્યું છે.સુનિતા દેવીએ એ વાત પર પણ જોર આપ્યું કે સમુદ્રની સમતલનું તાપમાન SST બંગાળની ખાડીથી 31 ડિગ્રી ઉપર છે, જે એવરેજ તાપમાનથી 1-2 ડિગ્રી સુધી ઉપર છે. આ પરિસ્થિતિઓ એવી છે જે ચક્રવતી વાવાઝોડું બનવા માટે અનુકૂળ છે

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »